વિશ્વ ફરી એક વખત આર્થિક મંદીના આરે

નવી દિલ્હી: લેહમેન બ્રધર્સ નાદાર થયા બાદ ૧૦ વર્ષ પછી ફરી એક વખત વૈશ્વિક આર્થિક મંદીના સંકટની આશંકા વધી રહી છે. શુંં આપણે એક વધુ આર્થિક મંદી તરફ ધકેલાઇ રહ્યા છીએ? આ અંગે કોઇ ચોક્કસ મત આપતું નથી, પરંતુ દેશના અર્થશાસ્ત્રીઓ પરેશાન છે. ૨૦૦૮ની…

CPF યોજનાને વર્લ્ડ બેન્કની મંજૂરીઃ 25 થી 30 અબજ ડોલરની સહાય મળશે

વોશિંગ્ટન: વર્લ્ડ બેન્કે ભારત માટે એક મહત્ત્વાકાંક્ષી પંચવર્ષીય 'સ્થાનિક ભાગીદારી વ્યવસ્થા' (સીપીએફ) યોજનાને મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ ભારતને ૨૫ થી ૩૦ અબજ ડોલર નાણાકીય સહાય મળવાની અપેક્ષા છે, જેથી દેશના ઓછી-મધ્યમ આવક ધરાવનાર લોઅર…

રિલાયન્સે કેજી-ડી 6માં ઓઈલ ફિલ્ડ બંધ કર્યું

નવી દિલ્હી: થોડા દિવસો પૂર્વે ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ ૪૦ હજાર કરોડની ખોટ બાદ રિલાયન્સ કોમ્યુનિકેશન બંધ કરવાની જાહેરાત કરી હતી. હવે તેમના મોટા ભાઇ મૂકેશ અંબાણી પણ તેમની રાહે આગળ વધી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પૂર્વીય ઓફશોર એિયયા…

ભારે ઊથલપાથલ બાદ શેરબજાર પર મોટા ખતરાના સંકેત

મુંબઇ: શુક્રવારે શેરબજારમાં જે પ્રકારની ઊથલપાથલ મચી ગઇ તેના કારણે હાહાકાર મચી ગયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારની આ ઊથલપાથલ કોઇ મોટા ખતરાના સંકેતરૂપ છે. છેલ્લા ચાર દિવસથી શેરબજારમાં મંદીના કડાકાના કારણે લોકોએ ૫.૬૬ લાખ કરોડ ગુમાવતાં…

શેર બજારમાં કડાકો: સેન્સેક્સમાં 1500 પોઇન્ટના ઘટાડા બાદ જોવા મળી રીકવરી

શુક્રવારે સપ્તાહના અંતિમ કારોબારના દિવસે શેર બજારમાં નોટબંધી બાદનો અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1500 પોઇન્ટથી વધારે નીચે જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી 11 હજારથી વધારે નીચે ટ્રેડ કરતી જોવા મળી છે. આટલી મોટા કડાકાના…

પેટ્રોલ બાદ હવે CNG-PNGના ભાવમાં થશે ભડકો

નવી દિલ્હી: ગગડતા રૂપિયાની અસર હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો કરી રહી છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઐતિહાસિક વધારા બાદ નબળા રૂપિયાની આગ હવે સીએનજી અને પીએનજીના ભાવ સુધી પણ પહોંચી શકે છે. ઘરેલુ નેચરલ ગેસની કિંમતમાં છ માસિક…

ભારત ઈરાનને ઓઈલનું પેમેન્ટ રૂપિયામાં કરશે

નવી દિલ્હી: ભારતે ઇરાન સાથે ટ્રેડ બંધ કરવાની અમેરિકાની ધમકીનો ઉકેલ શોધી કાઢ્યો છે. ભારત હવે નવેમ્બરથી પોતાના ક્રૂડ ઓઇલના ત્રીજા નંબરના મોટા સપ્લાયર ઇરાનને રૂપિયામાં પેમેન્ટ કરી શકશે. ઇરાને પણ ભારતને મોટી છૂટછાટ આપીને રૂપિયામાં પેમેન્ટ કરવા…

હવે PNB-OBC અને Andhra બેન્કના મર્જરની ટૂંકમાં જાહેરાત

નવી દિલ્હી: બેન્ક ઓફ બરોડા, વિજયા બેન્ક અને દેના બેન્કના મર્જરની જાહેરાત બાદ હવે સરકાર ત્રણ વધુ બેન્કના મર્જરની જાહેરાત ટૂંકમાં કરનાર છે. હવે પંજાબ નેશનલ બેન્ક, ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને આંધ્ર બેન્કનું મર્જર થઇ શકે છે. નાણાં…

BSE-NSE હવે કોમોડિટીમાં વાયદાનું શરૂ કરશે ટ્રેડિંગ

નવી દિલ્હી: બીએસઇ અને એનએસઇ હવે કોમોડિટીમાં પણ વાયદા શરૂ કરશે. બંને એક્સચેન્જને માર્કેટ રેગ્યુલેટર સેબી પાસેથી કોમોડિટીમાં વાયદા ટ્રેડિંગ કરવાની મંજૂરી મળી ગઇ છે. બંને એક્સચેન્જની ઓક્ટોબરથી કોમોડિટીમાં વાયદા ટ્રેડિંગ શરૂ કરવાની યોજના છે.…

Stock Market : સેન્સેક્સ 300 પોઈન્ટ મજબૂતઃ નિફ્ટી 11,300ની ઉપર

અમદાવાદ: આજે શરૂઆતના ટ્રેડિંગમાં શેરબજારમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ ૩૦૦ પોઇન્ટ મજબૂત થયો હતો અને નિફ્ટી ૧૧,૩૦૦ને પાર નીકળી ગઇ હતી. આમ, સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૫ ટકાની મજબૂતાઇ સાથે હાલ ટ્રેડિંગ થઇ રહ્યું છે. આ લખાઇ રહ્યું…