અમિત શાહ વિરૂદ્ધ મહાત્મા ગાંધીની અપમાનજનક ટિપ્પણી બદલ ફરિયાદ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિરૂદ્ધ કોર્ટમાં યૂથ કોંગ્રેસનાં પ્રદેશ સચિવે ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદમાં નગરપાલિકા અધ્યક્ષનાં પતિ અને જિલ્લા પંચાયત સભ્ય સહિત એક અન્યને પણ આરોપી બનાવવામાં આવેલ છે.

કોર્ટે આ મામલાને સાંભળતા કોંગ્રેસ નેતાનું નિવેદન દાખલ કરવા માટે શનિવારની તિથિ નિર્ધારિત કરી છે. નગરનાં પયાગીપુરનાં રહેવાસી યૂથ કોંગ્રેસનાં પ્રદેશ સચિવ વરૂણ મિશ્રએ કોર્ટમાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, નગર પાલિકા અધ્યક્ષ બબિતા જયસ્વાલનાં પતિ અને જિલ્લા પંચાયત સભ્ય અજય જયસ્વાલ અને વિનય માલવીયની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

એમનો એવો આરોપ છે કે 9 જૂન 2017નાં રોજ છત્તીસગઢમાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એક કાર્યક્રમમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી કરતા ગાંધીજીને ચતુર વાણીયા કહ્યા હતાં.

ભાજપનાં અધ્યક્ષ અમિત શાહનાં આ નિવેદનથી લોકોની ભાવનાઓ ઠેસ પહોંચી હતી. વરૂણનું કહેવું એમ છે કે ગઇ છઠ્ઠી ફેબ્રુઆરીનાં રોજ તેઓ પોતાનાં ઘર પર ફેસબુક પર ભગવાધારી નામથી બનેલ આઇડી પર આરોપી વિનય માલવીય તરફથી શેર કરવામાં આવેલ પોસ્ટ દેખી હતી.

આ પોસ્ટમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં ચરિત્રને હનન કરતા તેમની વિરૂદ્ધ અમર્યાદિત અશ્લીલ ટિપ્પણી કરવામાં આવી હતી. વરૂણ મિશ્રનો એવો આરોપ છે કે આ પેસબુક પોસ્ટ પર નગર પાલિકા અધ્યક્ષ બબિતા જયસ્વાલ અને જિલ્લા પંચાયતનાં સભ્ય અજય જયસ્વાલે કોમેન્ટ કરતા કહ્યું હતું કે,”ઔર હમ ફિર ભી બેબસ ઔર મજબૂર હૈ ઇન્હે રાષ્ટ્રપિતા માનને કો”.

You might also like