હવે મેડિકલ માટે નીટ માત્ર ત્રણ જ વખત આપી શકાશે

0 383

નવી દિલ્હી: દેશભરમાં મેડિકલની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ હવે માત્ર ત્રણ વખત જ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ) આપી શકશે. તેનાથી હજારો વિદ્યાર્થીઓની આશા પર પાણી ફરી વળ્યું છે. આ ઉપરાંત નીટ આપવા માટે વયમર્યાદા પણ નિર્ધારિત કરવામાં આવી છે.

દિલ્હીમાં યોજાયેલી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યા હતા. નીટ પરીક્ષા આપવા માટે લઘુતમ વયમર્યાદા ૧૭ વર્ષની છે. જ્યારે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ રપ વર્ષની ઉંમર સુધી જ નીટ પરીક્ષા આપી શકે છે અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે આ વયમર્યાદા ૩૦ વર્ષની રહેશે.

મહારાષ્ટ્ર ડાયરેકટોરેટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (ડીએમઇઆર)ના ડાયરેકટર ડો.પ્રવીણ સિંગારેએ જણાવ્યું હતું કે અત્યાર સુધી નીટ પરીક્ષા આપવા માટે કોઇ મહત્તમ વયમર્યાદા કે પરીક્ષા આપવાની સંખ્યા પર કોઇ પ્રતિબંધ નહોતો, પરંતુ હવે યુજીસીએ આ પ્રતિબંધો મૂકયા છે, જે એક સારો નિર્ણય છે. તેમણે જણાવ્યું હતું કે કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ ટેસ્ટ આપે રાખ્યે છે અને જ્યારે તેમનો નંબર લાગતો નથી ત્યારે તેઓ બીએસસીમાં એડમિશન લઇ લે છે. તેમણે જણાવ્યું હતું કે આ નિયમથી કોચિંગ કલાસીસના શિક્ષકોને પણ પોતાની પેટર્ન બદલવી પડશે. ટૂંક સમયમાં આ અંગેની માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ક્યારેક ક્યારેક કોચિંગ કલાસના સંચાલકો વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતા હતા. જે હવે બંધ થઇ જશેે. મેડિકલ કોલેજના આચાર્યોએ જણાવ્યું હતું કે ઉંમર અને એટેમ્પટસની સંખ્યા મર્યાદિત કરવાથી વિદ્યાર્થીઓ માત્ર એવી જ બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરી શકશે કે જેમાં તેમને રસ હોય. મહારાષ્ટ્રમાં ૧૭ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા નીટ આપવાની સંખ્યા દિન પ્રતિદિન વધતી જતી હતી.
http://sambhaavnews.com/

loading...

Leave A Reply

Your email address will not be published.