કાર ઇન્સ્યોરન્સને લઇ હવે આપવાનાં રહેશે ઓછામાં ઓછાં રૂ. 24,300

હવે પછી આપ કોઇ પણ વાહન ખરીદવાનું મન બનાવો તો જરા સંભાળીને રહેજો. ટૂ વ્હીલર્સ હોય અથવા તો ફોર વ્હીલર્સ બંનેની ઇન્સ્યોરન્સ પોલીસીમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. 1 સપ્ટેમ્બર એટલે કે ગઇ કાલથી કાર માટે 3 વર્ષનો ઇન્સ્યોરન્સ લેવાનું અનિવાર્ય થઇ ગયું છે અને ત્યાં બીજી બાજુ બે પૈડાંવાળા વાહનને માટે હવે 5 વર્ષનો ઇન્સ્યોરન્સ લેવો અનિવાર્ય કરી દેવાયેલ છે.

કેટલાંનું હશે હવે ઇન્સ્યોરન્સઃ
1500 CC એન્જીનવાળી કાર માટે હવે ઓછામાં ઓછાં 24,300 રૂપિયા આપવાનાં રહેશે કે જે પહેલાં 7,890 હતાં. ત્યાં બીજી બાજુ 350 CC સુધીનાં બે પૈડાંવાળા વાહનોને માટે હવે 13,024 રૂપિયા સુધી આપવાનાં રહેશે કે જે પહેલાં 2,323 હતાં.

શું છે કારણ?
તથ્યોનું માનીએ તો 84 ટકા રોડ દુર્ઘટનાઓની પાછળનું કારણ ડ્રાઇવરની ભૂલ જ હોય છે. રિપોર્ટનું માનીએ તો ફોન પર વાત કરવાંથી 4976 લોકો ઘટનાઓનાં શિકાર થયેલાં છે કે જેમાંથી 2,138 લોકોનાં મોત થઇ ગયાં છે અને 4,746 લોકોને ગંભીર ચોટ પણ આવી છે. દેશમાં લગભગ 18 કરોડ વાહનો ચલાવવામાં આવે છે કે જેમાં માત્ર 6 કરોડ ઇન્સ્યોરન્સ થાય છે.

હવે નહીં લઇ શકો બોનસઃ
5 વર્ષની ઇન્સ્યોરન્સ પોલીસી લેવાનો સીધો જ ફાયદો કંપનીને મળશે અને ગ્રાહક હવે વાર્ષિક મળનારા બોનસનો લાભ પણ નહીં ઉઠાવી શકે. આંકડાનું માનીએ તો લગભગ 90 ટકા લોકો પોલીસીને રીન્યૂ કરાવે છે પરંતુ આમાં કોમર્શિયલ અને બે પૈડાંવાળા વાહનનાં બરાબર છે.

You might also like