4th જનરેશનની સુઝુકી જિમની ભારતમાં થઈ શકે છે લોન્ચ….

જાપાન અને ગ્લોબલ માર્કેટમાં સુઝુકીની નાની એસયૂવી જિમની ઘણી પોપ્યુલર છે. હવે તેનું 4th જનરેશન લોન્ચ થવા જઈ રહ્યુ છે. ખબરો પ્રમાણે, જિમનીનું નેક્ષ્ટ જનરેશન મોડલ આવતા મહિને લોન્ચ કરી દેવામાં આવશે. કંપનીએ તેનું પ્રોડક્સન અને પ્રમોશન શરૂ કરી દિધુ છે. કહેવામાં આવે છે કે જાપાનના માર્કેટમાં તેને 5 જુલાઈએ લોન્ચ કરી દેવામાં આવશે.

સુઝુકીની આ મીની એસયૂવી પોતાની કોમ્પેક્ટ ડિઝાઈન અને ઓફ રોડર કેપબીલીટીઝ માટે ઓળખાય છે. જાપાનમાં લોન્ચ થનારા મોડલમાં 0.66-લીટરનું આર06એ પેટ્રોલ એન્જીન સાથે રજુ કરવામાં આવી શકે છે કેમકે ઘરેલુ મામલે ટેક્સની છૂટ મળી શકે. અન્ય માર્કેટમાં તેને મોટા એન્જીન સાથે લોન્ચ કરવામાં આવશે.

સુઝુકી જિમની જાપાનમાં છેલ્લા 20 વર્ષથી વેચાઈ રહી છે. સુઝુકી જાપાન ઉપરાંત તેને અન્ય માર્કેટમાં પણ વેચે છે પરંતુ અત્યારસુધી તેને ભારતમાં લેન્ચ કરવામાં નથી આવી. માનવામાં આવી રહ્ય છે કે કંપની તેને ભારતમાં ટુંક સમયમાં લોન્ચ કરી શકે છે. એવુ પણ જાણવા મળી રહ્યુ છે કે કંપની તેને ડીઝલ એન્જીન સાથે પણ લોન્ચ કરી શકે છે. જેની સીધી ટક્કર મહિન્દ્રાની થાર અને ફોર્સ મોટર્સની ગુરખા સાથે હશે.

You might also like