CANNES 2018: કંગનાના જોરદાર ડેબ્યૂ સામે દીપિકા પડી ફિક્કી

કંગના રાણૌતે કાન્સાસમાં 10 મેના રોજ ડેબ્યૂ કર્યું હતું. રેડ કાર્પેટ પર ચાલવા માટે, તેણે ડિઝાઇનર જુહેર મુરાદનું લાઈટ ગ્રે કલરના ટ્રાન્સપેરેંટ ગાઉનની પસંદગી કરી હતી. અભિનેત્રીએ વાળ કર્લ કર્યા હતા. તેણે કોઈ ઝવેરાત પહેર્યા વગર ન્યૂડ મેકઅપમાં દેખાઇ હતી.

9 મેના રોજ તેણે ભારતીય પેવેલિયનમાં અપીયરેંસ આપી હતી. આ પ્રસંગે, તેણે સબ્યસાચી મુખર્જીની કાળી સારી પહેરી હતી.

8મી મેના રોજ સોનમ કપૂરના રિસાપ્શનમાં પર હાજરી આપ્યા બાદ, તે કાન્સ માટે એરપોર્ટ પર દેખાઈ હતી.

પહેલીવાર ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ હોવાથી, તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે ઇન્ટરનેશનલ દેખાવ સિવાય હું ભારતીય કપડાં પણ પહેરશે કારણ કે હું મારા દેશનું પ્રતિનિધિત્વ કરી રહું છું.

બીજી તરફ દીપિકા પાદુકોણ 10 મેના રોજ રેડ કાર્પેટ પર દેખાઈ હતી. તેણે જુહૈર મુરાદનો સફેદ ગાઉન પહેર્યું હતું. ખબર નથી કે આ કોઈ ઈતફાક છે કે આ બંને બૉલીવુડ અભિનેત્રીઓએ જુહેર મુરાદના ડિઝાઈન પસંદ કરી છે.

દીપિકા સફેદ ટ્રાન્સપેરેંટ કેપ ગાઉન પહેર્યું હતું. અભિનેત્રીએ પોતાના વાળ કર્લ કર્યા હતા, સિલ્વર ઇયરિંગ્સ અને ન્યૂડ લિપ કલર સાથે મેચ કર્યો હતો.

દીપિકા 11મી મેએ પણ રેડ કાર્પેટ પર ચાલશે. કાન્સના કારણે તે સોનમના લગ્નમાં પણ જોડાઈ શકી ન હતી.

You might also like