1 જાન્યુઆરીએ 18 વર્ષ પૂરાં થાય છે? તો પણ મતદારયાદીમાં નામ નોંધાવી શકાશે

અમદાવાદ: આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ૧પ ઓક્ટોબર સુધી ચાલનાર મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં આગામી ૧ જાન્યુઆરી, ર૦૧૯ સુધીમાં જે યુવાઓની ઉંમર ૧૮ વર્ષ પૂરી થતી હોય તેવા યુવાઓ ત્રણ મહિના પહેલાં જ પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવી શકશે.

૧૮ વર્ષથી નાની વયના યુવાઓને મતદારયાદીમાં નામ નોંધાવવાનો ચૂંટણીપંચે આ પહેલી વાર નિર્ણય લીધો છે. પહેલી વાર યુુવાનીના ઉંબરે ઊભેલા યુવાઓનું ચૂંટણીપંચે ધ્યાન રાખ્યું છે.

૧ સપ્ટેમ્બરથી ફોટાવાળી મતદારયાદીની ખાસ સં‌ક્ષિપ્ત  સુધારણા ઝુંબેશ શરૂ થઇ છે. આગામી દોઢ મહિના એટલે કે ૧પ ઓક્ટોબર સુધી આ કામગીરી ચાલશે. આ સમય દરમિયાન મતદારયાદીમાં નામની નોંધણી, નામ અને સરનામામાં ફેરફાર, ફોટામાં ફેરફાર કે સુધારા, નામ કમી કરાવવા વગેરે તમામ કામગીરી હાથ ધરાઇ છે.

૧૬ સપ્ટેમ્બર, ૩૦ સપ્ટેમ્બર અને ૧૪ ઓક્ટોબર, ર૦૧૮ના રોજ ખાસ મતદાન મથકો પર સવારના ૧૦-૦૦ કલાકથી સાંજના પ-૦૦ વાગ્યા સુધી બીએલઓ આ અંગેની તમામ અરજીઓ સ્થળ પર સ્વીકારશે.

પહેલી વાર ચૂંટણીપંચ દ્વારા યુવાનીના ઉંબરે ઊભેલા યુવાઓ માટે આવો નિર્ણય લેવાયો છે. તેમના માટે ચૂંટણીપંચે ખાસ ધ્યાન રાખીને ૧ જાન્યુઆરી, ર૦૧૯ સુધીમાં ૧૮ વર્ષ પૂરાં થતા હોય તેવા યુવાઓ તેમનાં નામ મતદારયાદીમાં નોંધાવી શકશે.

આ ઉપરાંત મતદારયાદીમાં નામ નોંધાવવા કે પછી તેમનું નામ મતદારયાદીમાં છે કે નહીં તેની ચકાસણી કરવા માટે ઓનલાઇન વેબસાઇટ www.ceo.gujarat.gov.in તથા કચેરીના કામકાજ દરમિયાન હેલ્પલાઇન નં.૧૯પ૦ અથવા ૮પ૧૧૧૯૯૮૯૯ પર એસએમએસ દ્વારા વોટર આઇડી નંબર લખીને જાણી શકશે.

મતદારયાદી સુધારણા ઝુંબેશને શહેરભરની અને જિલ્લાની કોલેજો સુધી લઇ જવામાં આવી છે. યુવાઓને આ બાબતે જાણકારી મળે તે હેતુથી કોલેજ કક્ષાએ કેમ્પસ એમ્બેસેડરની નિમણૂક કરાઇ છે. મતદારયાદીમાં ડિસેમ્બર-ર૦૦૦ પહેલાં જન્મેલા કોઇ પણ નાગરિક નામ નોંધાવી શકશે.

જૂના ઓળખકાર્ડના બદલે નવું કલર ફોટોગ્રાફવાળું પીવીસી ઓળખકાર્ડ પણ મળશે, જેના માટે મતદાતાએ રૂ.૩૦ની ફીની ચુકવણી કરવાની રહેશે.

divyesh

Recent Posts

ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની…

7 hours ago

CBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો…

7 hours ago

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી.…

8 hours ago

સાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે

અમદાવાદ: આપણે અત્યાર સુધી રોબોટની સ્ટોરી ફિલ્મો જોઈ હશે પણ આવી કાલ્પનિક કથા વાસ્તલવિક રૂપમાં હવે અમદાવાદ અને દેશમાં પહેલી…

8 hours ago

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ વર્ષ પછી ક્લાર્ક કક્ષાએ બઢતી અપાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની…

8 hours ago

Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.…

8 hours ago