Facebook ડેટા લિકની આરોપી કેમ્બ્રિજ એનાલિટિકાએ કામકાજ બંધ કરવાની કરી જાહેરાત

ફેસબુક ડેટા લીક પ્રકરણના મધ્યમાં રહેલી બ્રિટિશ કંપની કેમ્બ્રિજ એનાલિટિકાએ પોતાનું બધુ કામકાજ તત્કાલ પ્રભાવથી બંધ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ બ્રિટેન અને અમેરિકામાં પોતાને નાદાર જાહેર કરવાની અરજી પણ કરવાની જાહેરાત કરી છે.

કંપનીના એક નિવેદનમાં જણાવામાં આવ્યું છે કે હવે નક્કી કરવામાં આવ્યું છે કે હવે વેપારમાં રહેવાની કોઇ શક્યતા નથી. કંપની પર ફેસબુકના કરોડો યૂઝર્સની અંગત જાણકારીનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ છે. લંડન સ્થિત આ એનાલિટિક્સ કંપનીની સહયોગી કંપની એસસીએલ ગ્રુપના સંસ્થાપક નાઇજેલ ઓક્સને આ વાતને સમર્થન કરતાં કહ્યું કે કંપની પોતાનો વ્યવસાય બંધ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ફેસબુક ડેટા લીક પ્રકરણની તપાસને લઇને કંપની પર કોર્ટની ફીને લઇને મોટો માર પડ્યો છે. જ્યારે બીજી તરફ કંપની પોતાના ક્લાઇન્ટ સતત ગુમાવી રહી છે. કંપનીએ પોતાના કર્મચારીઓને કમ્પ્યૂટર સિસ્ટમ પરત કરવા આદેશ કર્યો છે.

માર્ચ મહીનામાં કંપનીના સીઇઓને બરતરફ કરી દીધા હતા. કંપનીના સીઇઓ નિક્સને ઓન રેકોર્ડ બીજા દેશના ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાની વાત સ્વીકારી હતી. આ પછી કંપનીએ અંદાજે બે મહીના બાદ પોતાનું કામકાજ બંધ કરવાની જાહેરાત કરી છે.

ફેસબુક ડેટકાંડ માટે વિવાદોમાં આવેલી બ્રિટિશ કંપની કૈંબ્રિજ એનાલિટિકાએ પોતાનું તમામ કામકાજ તાત્કાલિક ધોરણથી આજે બંધ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ બ્રિટન અને અમેરિકામાં પોતે નાદારી જાહેર કરવા માટે આવેદનપત્ર આપવાની પણ જાહેરાત કરી છે.

કંપનીએ એક નિવેદન આપતા કહ્યું કે, અમારી કંપની હવે બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. કંપની પર કરોડો યુઝર્સની ખાનગી જાણકારીનો દુરઉપયોગ કરવાના આરોપ છે. કૈંબ્રિજ એનાલિટિકા અમેરિકાની એક મોટી ડેટા એનાલિસિસ ફર્મ છે. જ્યારે આ કંપનીએ અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રંપ માટે કામ કર્યું.

ઉલ્લેખનીય છે કે, 2016માં અમેરિકા ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રંપની જીતનો શ્રેય કૈંબ્રિજ એનાલિટિકાને જાય છે. કૈંબ્રિજ એનાલિટિકા એક સરકારી અને સૈન્ય ઠેકેદાર SCL ગ્રૂપનો હિસ્સો છે. જે ખાદ્ય સુરક્ષા અનુસંધાનને લઈને રાજકીય મુદ્દો પર કામ કરે છે. કૈંબ્રિજ એનાલિટિકાની સ્થાપના 2013માં થઈ હતી.

ટ્રંપ પહેલાં આ કંપનીએ રિપબ્લિકન સેનેટર ટેડ ક્રૂ{ માટે કર્યું હતું. કંપનીની કેટલીય જગ્યાએ ઓફિસ છે. જેમાં ન્યૂયોર્ક, વોશશગટન, લંડન, બ્રાઝીલ અને મલેશિયાનો પણ સમાવેશ છે. કંપનીના સંસ્થાપક ક્રિસ્ટોફર વાઈલીએ 2016માં કંપનીના કામનો ખુલાસો કર્યો હતો. 2014માં વાઈલીએ કંપની છોડી દીધી હતી.

You might also like