Reliance Jioના સીમથી નથી લાગતા કોલ? જાણો આ 6 કારણો

જીયોના માર્ગેટમાં પદાર્પણ સાથે જ લોકોની મોટી ભીડ તેના વપરાશકર્તા બની ગયા છે. જીયોનો 4G ફંડા લોકોને મોહ લગાડી ગયો છે. કંપનીની વેલકમ ઓફર અંતર્ગત ત્રણ મહિના સુધી અનલિમિટેડ ડેટા, એસએમએસ અને ફ્રી વોઇસ કોલ ઓફર આપી છે. પણ સૌથી મોટી મુશ્કેલી એ છે કે તેના કોલ ડ્રોપ થાય છે. જ્યારે યુઝર્સ Jio સીમથી કોલ કરે છે ત્યારે નંબર બીઝી હોવાનો સંદેશો સાંભળવા મળે છે. અથવા અન્ય નેટવર્ક પર કોલ કનેક્ટ થવા જેવા પ્રોબ્લેમ્સ આવી રહ્યાં છે.
રિલાયન્સ જીયો પર કોલ ડ્રોપનો પ્રોબ્લેમ કેમ આવી રહ્યો છે, તેના અહીં કેટલાક કારણો જણાવવમાં આવ્યા છે.

1. નેટવર્ક ઓપરેટર જવાબદાર
રિલાયન્સ જીયો 4G સીમના વપરાશકર્તાઓ જ્યારે કોલને લગતી મુશ્કેલી ફેસ કરે છે ત્યારે સૌથી પહેલા નેટવર્કનો દોષ કાઢવામાં આવે છે. આ માટે તમારું સીમ કે ડિવાઇસ જવાબદાર નથી. કોલ ડ્રોપ માટે નેટવર્ક ઓપરેટર જવાબદાર હોઈ શકે.

2. ઇન્ટર-કનેક્ટ પૉઇન્ટ
આ બાબતમાં ઇન્ટર-કનેક્ટ પૉઇન્ટ મોટો ફાળો છે, જ્યારે Jioથી કૉલ કરો છો ત્યારે તે ઇન્ટર-કનેક્ટ પૉઇન્ટના કારણે શક્ય બને છે. કેમકે આવા ઇન્ટર-પૉઇન્ટ નેટવર્ક ઓપરેટર્સ દ્વારા એક લિમીટેડ સંખ્યામાં જ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

3. ઓપરેટર કન્ટ્રૉલ કરી શકે છે કૉલ
જે પણ ઓપરેટર્સને કૉલ કરવામાં આવી રહ્યાં છે તે કૉલને પુરેપુરો કન્ટ્રૉલ કરી શકે છે. તે એ પણ નક્કી કરી શકે છે કે કયો ઓપરેટર તેમને કૉલ કરી શકે છે અને કયો નહીં.

4. રિલાયન્સને પૈસા ચૂકવવા પડશે
રિલાયન્સ Jioએ અન્ય નેટવર્ક ઓપરેટર્સનો કૉલ પુરો કરવા માટે રૂપિયા ચૂકવવા પડશે. જેથી યૂઝર્સ Jio નંબરથી કૉલ કરવામાં સફળ રહે.

5. બ્લૉક છે કૉલ્સ
જિઓથી કરેલો કૉલ એટલા માટે ડિસ્કનેક્ટ નથી થતો કે નેટવર્ક બિઝી છે, પણ એટલા માટે કે કૉલ્સ બ્લૉક છે.

6. ડેટા પર આધારિત છે Jio to Jio કૉલ
જિઓથી જિઓ નંબર પર કૉલ કરવાથી જ તમારો કૉલ ઇઝીલી કનેક્ટ થઇ જાય છે, કેમકે જિઓના ઇન્ટર-કનેક્ટ પૉઇન્ટમાં કોઇ પ્રૉબ્લમ નથી. કૉલ કનેક્શનનો પ્રૉબ્લમ માત્ર ત્યારે જ થાય છે જ્યારે જિઓથી અન્ય નંબર પર કૉલ કરવામાં આવે છે.

You might also like