CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, PMના પ્રવાસની તૈયારીને બાબતે મંથન

ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં અત્યાર સુધીમાં રાજ્યની અંદર પડેલા વરસાદ અને કૃષિ વાવેતર બાબતે ચર્ચા હાથ ધરવામાં આવશે. તેની સાથે રાજ્યમાં બહુચર્ચિત મગફળી કૌભાંડને લઇને તેની તપાસ અંગે બેઠકમાં તાગ મેળવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં મગફળીને લઇને વિપક્ષ દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યાં છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા ધરણા તેમજ ઉપવાસ કરવામાં આવી રહ્યાં છે. તો બીજી તરફ પાટીદારો દ્વારા ઉપવાસ આંદોલનને રાજ્યભરમાં ગરમાયેલા માહોલ અંગે પણ ચર્ચા વિચારણ કરવામાં આવશે.

જેમાં પાસ કન્વીનર હાર્દિક પટેલના આંદોલનને ઉભી થયેલી સ્થિતિ અંગેની જાણકારી લેવામાં આવશે. જ્યારે આગામી 23 તારીખના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક દિવસીય ગુજરાતના પ્રવાસને લઇને તૈયારીઓ અંગે મંથન કરવામાં આવશે.

You might also like