VIDEO: CA-IPCCનું પરિણામ જાહેર, ઓલ ઇન્ડીયા ટોપરમાં અમદાવાદનો યુવક

અમદાવાદઃ CA-IPCCનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં ઓલ ઈન્ડિયા ટોપરમાં અમદાવાદનો યુવક આવતાં અમદાવાદવાસીઓ વધારે ગૌરવ અનુભવી રહ્યાં છે. નવેમ્બર 2017માં લેવામાં આવેલી IPCCની પરિક્ષાનું 26.72% પરિણામ જાહેર થયું છે.

શહેરનાં જય ધર્મેન્દ્ર શેઠે ઓલ ઈન્ડિયા ટોપરમાં સ્થાન મેળવ્યું છે. અમદાવાદનો જય શેઠ દેશમાં પ્રથમ સ્થાને ઉત્તીર્ણ થયો છે. તેણે કુલ 700માંથી 530 માર્કસ મેળવ્યાં છે.

દેશનાં પશ્ચિમી સરહદ નજીક આવેલા કચ્છ જિલ્લાનાં ભુજનાં યુવાને સમગ્ર ભારતમાં CAની પરીક્ષામાં ફસ્ટ રેન્ક સાથે ટોપર બનતાં તેને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જય શેઠ અમદાવાદ ખાતે વર્ધમાન જૈન બોર્ડિંગમાં રહીને નવકાર ઇન્સ્ટિટ્યૂટ ક્લાસમાં CAનો અભ્યાસ કરતો.

હાલ સમગ્ર દેશમાં તે ફર્સ્ટ રેન્ક પર ટોપર થયો છે. જય શેઠનાં પિતા ભુજમાં સ્ટેશનરીની દુકાન ધરાવે છે કે જે તેમનો પરંપરાગત વ્યવસાય છે. પરંતુ જયને તેથી વધુ કંઈક કરવાની ખેવના હતી. જેથી તેને CAની તૈયારી ચાલુ કરી અને આજ રોજ તેમને ન માત્ર ભુજનું પરંતુ સમગ્ર દેશની સાથે ગુજરાતનું નામ પણ રોશન કર્યું.

You might also like