Categories: India Career

CA એક્ઝામની પેટન્ટ બદલાશે, નવા વિષયો જોડાશે

નવી દિલ્હીઃ દેશની સૌથી મુશ્કેલ એવી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષામાં સમય સાથે પરિવર્તન આવી રહ્યાં છે. સીએની એક્ઝામ લઇ રહેલી ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટટ્સ ઓફ ઇન્ડિયાએ એક દશક બાદ તેના અભ્યાસ ક્રમમાં ફેરફાર કરીને નવા વિષયો અને ઓપ્શનલ સબજેક્ટ શરૂ કરવા ઉપરાંત પેપરમાં ઓપન બુક ટેસ્ટ શરૂ કરવા માટે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ એફેર્સ સાથે સંપર્ક કર્યો છે.

ICAIના પ્રેજિડેન્ટ એમ. દેવરાજ રેડ્ડીએ કહ્યું છે કે ગ્લોબલાઇઝેશનને પગલે માત્ર નેશનલ અને ઇન્ટરનેશનલ ફાઇનાશ્યિલ રિપોર્ટિંગ, ટેક્સેશન ફાયનાન્સ અને કોર્પોરેટ લો જેવા વિસ્તારમાં કેટલીક ખાસ રીતની તકો સર્જાઇ છે તો સામે ચાર્ટર્ડ એકાઇન્ટન્સી પ્રોફેક્શનમાં કેટલાક પડકારો પણ આવ્યાં છે. જેને પગલે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે બિઝનેસ રૂલ્સ અને લેગ્વેજમાં ઘણું પરિવર્તિન લાવવામાં આવશે.

ચાર્ટર્ડ એકાઉન્ટટ્સને ગુડ્સ એન્ડ સર્વિસેઝ ટેક્સ જેવા નવા ઇનડાયેરેક્ટ ટેક્સની સિસ્ટમને સમજવા માટે અને ગ્લોબલ એકાઉન્ટિંગ સિસ્ટમ ઇન્ટરનેશનલ ફાયનાન્સ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડમાં પણ નિપૂર્ણતા હાસલ કરવાની રહેશે. IFRS સાથે દુનિયાભરની કંપનિઓના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ અને ખાતાઓની તુલના સરળતાથી કરી શકાશે. ઇન્ટિટ્યુટ સતત બદલાતી જરૂરિયાતો સાથે સજાગ રહ્યું છે. તેથી આ મામલે પણ સક્રિય પગલાં લઇ રહ્યાં છે.

સંસ્થા દ્વારા આ મામલે વિવિધ પક્ષના મંતવ્યો જાણીને અભ્યાસ ક્રમમાં ફેરફાર અંગેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જેની પર મિનિસ્ટ્રીના મંતવ્યની રાહ જોવાઇ રહી છે. દર વર્ષ લગભગ 1 લાખ વિદ્યાર્થીઓ સીએની પરીક્ષામાં બેસે છે. જેમાંથી માત્ર 10,000 લોકો જ પાસ થાય છે. એન્ટ્રન્સ પરીક્ષામાં રેગ્યુલર ઓબ્જેક્ટિવ સવાલો સાથે સબજેક્ટિવ સવાલોના જવાબ પણ આપવાના રહેશે.

ફાઉન્ડેશન લેવલે નવા પેપરમાં બિઝનેસ કોરસ્પોન્ડેન્સ એન્ડ રિપોર્ટિંગ અને બિઝનેસ એન્ડ કમશ્યિલ નોલેજ એડ કરવામાં આવશે. ઇન્ટરમીડિયેડ લેવલમાં ઇકોનોમિક્સ ફોર ફાયનાન્સ શામેલ કરવામાં આવશે. જ્યારે ફાયનલ લેવલમાં આઠમાં પેપર તરીકે ઇચ્છિત વિષય હશે. જેની પર વિદ્યાર્થીએ કેસ સ્ટડી પર આધારિત સવાલો પર ઓપન બુક એક્ઝામ આપવાની રહેશે.

Navin Sharma

Recent Posts

પગમાંથી આવનારી દુર્ગંધથી છો પરેશાન!, તો અપનાવો આ ટિપ્સ…

[gallery type="slideshow" size="large" bgs_gallery_type="slider" ids="222798,222799,222800,222801"] ગરમીમાં સામાન્ય રીતે પરસેવો આવવો એ એક સામાન્ય વાત છે. બસ ફર્ક માત્ર એટલો છે…

23 mins ago

સૂકા મેવા ખાવાનાં છે અનેક ફાયદાઓ, જાણો કયા-કયાં?

સૂકો મેવો કે જેનું બીજી રીતે નટ્સ તરીકે ઓળખાય છે. સૂકો મેવો એ ન્યૂટ્રીશનનું પાવરહાઉસ છે. એમાં ચોક્કસ ફેટ અને…

2 hours ago

મોબાઇલ પર રેલવેની જનરલ ટિકિટનું બુકિંગ આજથી શરૂ

પટણા: પૂૂર્વ-મધ્ય રેલવે સ્ટેશન પર જનરલ ટિકિટ બુક કરવા માટે યાત્રીઓએ કલાકો સુધી ટિકિટ કાઉન્ટર પર ઊભાં રહેવું પડતું હતું.…

2 hours ago

કોહલીને ‘0’, મીરાંને ‘44’ પોઇન્ટ પર ખેલરત્ન, 80 પોઇન્ટ હોવા છતાં બજરંગ-વિનેશને ‘ઠેંગો’!

નવી દિલ્હીઃ દેશના સૌથી મોટા રમત પુરસ્કાર એટલે કે 'રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર' માટે કેટલાક ખેલાડીઓની પસંદગી કરાઈ છે. આ…

2 hours ago

રાજ્યમાં બે દિવસ હળવા વરસાદની આગાહી, રાજસ્થાનના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં સર્જાયું લો-પ્રેશર

અમદાવાદ: દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસ હવાનું દબાણ સર્જાતાં રાજ્યના અમરેલી અને અરવલ્લી જિલ્લામાં સતત મેઘમહેર થઇ રહી છે.…

3 hours ago

હવે પ્રાદેશિક ગ્રામીણ બેન્કોનું મર્જર સંખ્યા ઘટાડીને 56માંથી 36 કરાશે

નવી દિલ્હી: સરકાર હવે જાહેર ક્ષેત્રની બેન્કો સાથે પ્રાદેશિક ગ્રામીણ બેન્કોના (આરઆરબી)ના મર્જરની પણ પ્રક્રિયા શરૂ કરવા જઇ રહી છે.…

3 hours ago