Categories: Business

શેરબજારમાં અનિશ્ચિતતા છતાં કહીં ખુશી કહીં ગમ

અમદાવાદ: કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પૂર્વે અને ચૂંટણી બાદ જોવા મળી રહેલી અનિશ્ચિતતાભરી પરિસ્થિતિ વચ્ચે તથા ક્રૂડના ઊંચા ભાવ અને રૂપિયાની નરમાઇના પગલે શેરબજારમાં પણ તેની સીધી અસર જોવા મળી હતી. નિફ્ટી ૧૦,૫૦૦ની આજુબાજુ જોવા મળી રહી છે.

ખાસ કરીને બેન્ક, ઓઇલ એન્ડ ગેસ, મેટલ સેક્ટરના શેરમાં છેલ્લા ઘણા સમયથી તોફાની વધ-ઘટ નોંધાઇ રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે પણ કેટલીક કંપનીના શેર બાવન સપ્તાહની ઊંચી સપાટીએ જોવાયા છે તો કેટલીક કંપનીના શેર બાવન સપ્તાહની નીચી સપાટીએ જોવામળ્યા છે.

મે મહિનામાં બીએસઇની ૧૩૯ કંપનીઓના શેર ઓલ ટાઇમ લો નોંધાયા છે, જેમાં આઇસીઆઇસીઆઇ સિક્યોરિટી, હિંદુસ્તાન એરોનોટિક્સ, અવધ શુગર, જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓનો સમાવેશ થાય છે. જ્યારે ૧૪૭ કંપનીના શેર ઓલ ટાઇમ હાઇ જોવા મળ્યા છે જેમાં બજાજ ફાઇનાન્સ, એબોટ ઇન્ડિયા જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

૧૦ મે બાદ આ શેર બાવન સપ્તાહની ઊંચાઈએ
નેસ્લે ઈન્ડિયા ૧૭.૦૫.૨૦૧૮ રૂ. ૯,૮૬૫.૦૦
એબોટ ઈન્ડિયા ૧૫.૦૫.૨૦૧૮ રૂ. ૭,૩૫૩.૪૫
બ્રિટાનિયા ઈન્ડ. ૨૧.૦૫.૨૦૧૮ રૂ. ૫,૬૭૭.૦૦
કેએસઈ લિ. ૧૦.૦૫.૨૦૧૮ રૂ. ૩,૮૩૫.૦૦
ડીઆઈએલ લિ. ૧૪.૦૫.૨૦૧૮ રૂ. ૩,૮૦૦.૦૦
એચઈજી લિ. ૧૭.૦૫.૨૦૧૮ રૂ. ૩,૬૯૫.૦૦
ટીમ લીઝ સર્વિસીસ ૧૦.૦૫.૨૦૧૮ રૂ. ૩,૨૧૯.૦૦
વી માર્ટ રિટેલ ૧૬.૦૫.૨૦૧૮ રૂ. ૨,૫૧૫.૦૦
એચઆઈએલ ૧૦.૦૫.૨૦૧૮ રૂ. ૨,૩૭૪.૮૫
બજાજ ફાઈનાન્સ ૧૮.૦૫.૨૦૧૮ રૂ. ૨,૧૬૭.૫૦
એચડીએફસી બેન્ક ૧૫.૦૫.૨૦૧૮ રૂ. ૨,૦૬૪.૯૦
ઈન્ડસ ઈન્ડ બેન્ક ૧૫.૦૫.૨૦૧૮ રૂ. ૧,૯૫૦.૦૦

૧૦ મે બાદ આ શેર બાવન સપ્તાહની નીચી સપાટીએ
હિંદુસ્તાન એરોનેટિક્સ ૧૮.૦૫.૨૦૧૮ રૂ. ૧,૦૦૦.૦૦
જનરલ ઈન્સ્યોરન્સ ૧૫.૦૫.૨૦૧૮ રૂ. ૬૭૧.૦૦
ICICI સિક્યોરિટી ૧૬.૦૫.૨૦૧૮ રૂ. ૩૫૨.૦૦
એસ.ચાંદ એન્ડ કંપની ૧૫.૦૫.૨૦૧૮ રૂ. ૩૩૫.૦૦
અવધ શુગર ૧૬.૦૫.૨૦૧૮ રૂ. ૨૯૮.૦૫
નારાયણ હૃદયાલય ૨૧.૦૫.૨૦૧૮ રૂ. ૨૩૫.૩૦
રિલાયન્સ નિપોન લાઈફ ૧૬.૦૫.૨૦૧૮ રૂ. ૨૩૩.૦૦
આઈએફજીએલ રિફ્રેક્ટોરિસ ૧૮.૦૫.૨૦૧૮ રૂ. ૨૨૫.૦૦
એપોલો માઈક્રો ૨૧.૦૫.૨૦૧૮ રૂ. ૧૮૫.૦૦
લવેબલ લિન્ગરી ૨૧.૦૫.૨૦૧૮ રૂ. ૧૫૩.૦૦
ઓરિયન્ટ ઈલેક્ટ્રિક ૨૧.૦૫.૨૦૧૮ રૂ. ૧૫૩.૦૦
આઇનોક્સ વિન્ડ ૨૧.૦૫.૨૦૧૮ રૂ. ૯૫.૭૦

divyesh

Recent Posts

શેર બજારમાં કડાકો: સેન્સેક્સમાં 1500 પોઇન્ટના ઘટાડા બાદ જોવા મળી રીકવરી

શુક્રવારે સપ્તાહના અંતિમ કારોબારના દિવસે શેર બજારમાં નોટબંધી બાદનો અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1500 પોઇન્ટથી…

5 mins ago

‘કેસ લડવામાં ખૂબ ખર્ચ થયો, પત્નીને 2.29 કરોડનું ભથ્થું નહીં આપી શકું’

લંડન: બ્રિટનમાં એક અબજપતિ વેપારીએ પૂર્વ પત્નીને છૂટાછેડા આપ્યા બાદ ર,૪૦,૦૦૦ પાઉન્ડ (રૂ.ર કરોડ ર૯ લાખ) ભરણપોષણ પેટે આપવામાં અસમર્થતા…

27 mins ago

મે‌રીલેન્ડના મેડિકલ સેન્ટરમાં ફાયરિંગ: ત્રણનાં મોત, મહિલા હુમલાખોરે ખુદને ગોળી મારી

વોશિંગ્ટન: અમેરિકાના મેરીલેન્ડના એક મેડિકલ સેન્ટર અને દવા વિતરણ કેન્દ્રમાં અંધાધૂંધ ગોળીબારની ચોંકાવનારી ઘટના બની છે. આ હુમલામાં ત્રણ વ્યક્તિનાં…

41 mins ago

પેટ્રોલ બાદ હવે CNG-PNGના ભાવમાં થશે ભડકો

નવી દિલ્હી: ગગડતા રૂપિયાની અસર હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો કરી રહી છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઐતિહાસિક…

55 mins ago

ભારત ઈરાનને ઓઈલનું પેમેન્ટ રૂપિયામાં કરશે

નવી દિલ્હી: ભારતે ઇરાન સાથે ટ્રેડ બંધ કરવાની અમેરિકાની ધમકીનો ઉકેલ શોધી કાઢ્યો છે. ભારત હવે નવેમ્બરથી પોતાના ક્રૂડ ઓઇલના…

59 mins ago

ભીખાભાઈ ગાર્ડન પ્રેમીયુગલો અને અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો

અમદાવાદ: શહેરના એલીસ‌િબ્રજના છેવાડે આવેલો ભીખાભાઇ જીવાભાઇ ગાર્ડન પ્રેમીયુગલોનો અડ્ડો બની ગયો છે. છેલ્લાં ઘણાં વર્ષથી ભીખાભાઇ ગાર્ડનની દરકાર રાખવામાં…

1 hour ago