SBI gives big relief for customers about old checks - Sambhaav News
Tue, Oct 24, 2017
mobile apps
Sambhaav Audio News

SBI દ્વારા ગ્રાહકોને મોટી રાહત, જાણો શું છે ખુશખબર

SBI

ન્યૂ દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડીયા(SBI) સાથે મર્જ થયેલ 5 સહાયક બેંકો અને ભારતીય મહિલા બેંકનાં ગ્રાહકો માટે એક ખુશખબરી છે. એમનાં જે ચેક 30 સપ્ટેમ્બર બાદ માન્ય નથી રહ્યાં એની માન્યતા હવે 31 ડિસેમ્બર સુધી વધારી દેવામાં આવી છે.

હવે SBIની દરેક સહાયક બેંકો અને ભારતીય મહિલા બેંકનાં જૂના ચેક 31 ડિસેમ્બર સુધી કોઇ પણ પ્રકારની ખલેલ વગર સામાન્ય ચેકની જેમ જ માન્ય રહેશે. જો કે SBIએ આ માન્યતાને વધાર્યા બાદ દરેક ગ્રાહકોને વિનંતી કરી છે કે 31 ડિસેમ્બર પહેલાં દરેક ગ્રાહક નવી ચેકબુક માટે અરજી કરી લે, 31 ડિસેમ્બર બાદ કોઇ પણ સહાયક બેંક અથવા ભારતીય મહિલા બેંકનો જૂનો ચેક માન્ય ગણવામાં આવશે નહીં.

નવી ચેકબુક માટેની અરજી ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અથવા ATMથી પણ કરી શકાશે. આ સિવાય બેંકની અલગ-અલગ શાખાઓએ જઇને પણ નવી ચેકબુક માટે અરજી કરી શકાશે. 1લી એપ્રિલ 2017થી SBIમાં સ્ટેટ બેંક ઑફ બીકાનેર એન્ડ જયપુર(SBBJ), સ્ટેટ બેંક ઑફ હૈદરાબાદ(SBH), સ્ટેટ બેંક ઑફ મૈસૂર(SBM), સ્ટેટ બેંક ઑફ પટિયાલા(SBP), સ્ટેટ બેંક ઑફ ત્રાવણકોર(SBT), અને ભારતીય મહિલા બેંક આટલી બેંકોને મર્જ કરી દેવામાં આવી છે.

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...