gst impect marriage season - Sambhaav News
Wed, Nov 22, 2017
mobile apps
Sambhaav Audio News

GST ઈમ્પેક્ટઃ લગ્નની સિઝન પર ૧૦થી ૧૫ ટકા અસર

gst-marriage

નવી દિલ્હી: ગઇ સાલ લગ્નસરાની સિઝનમાં નોટબંધીની અસર જોવા મળી હતી અને આ વર્ષે ૧ જુલાઇથી અમલી બનેલા જીએસટીની અસર પણ લગ્નની સિઝન પર જોવા મળશે. નવેમ્બરમાં લગ્નની સિઝન શરૂ થઇ રહી છે. ઇન્ડસ્ટ્રી ચેમ્બર એસોચેમના જણાવ્યા અનુસાર લગ્ન માટે હોલ/ગાર્ડન/પાર્ટીપ્લોટ બુકિંગ, ટેન્ટ બુકિંગ, ફોટોગ્રાફી જેવી લગ્નની સર્વિસીસ પર નોટબંધી અને જીએસટીની ૧૦થી ૧૫ ટકા જેટલી અસર જોવા મળશે.

એસોચેમે જણાવ્યું છે કે નોટબંધી અને જીએસટીના કારણે જ્વેલરી, અન્ય ચીજવસ્તુઓ, ફોટોગ્રાફી, મેરેજ હોલ જેવી સર્વિસીસ પર અગાઉ કરતાં વધુ ખર્ચ કરવો પડશે. લગ્ન સાથે સંકળાયેલી સેવાઓ પર જીએસટીનો રેટ ૧૮થી ૨૮ ટકા જેટલો છે, જે અગાઉ જીએસટીના અમલ પહેલાં ઓછો હતો. જીએસટી પહેલાં આવી સર્વિસીસ પર કોઇ ટેક્સ ન હતો, કારણ કે કેટલાક કામો અનરજિસ્ટર્ડ બિલ પર થતાં હોય છે, પરંતુ હવે લગ્નની ચીજવસ્તુઓ પર જીએસટી લાગુ પડશે અને તેથી ૧૦થી ૧૫ ટકા જેવી અસર જોવા મળશે.

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...