12 Indian Banking Apps found to be at 'Risk' - Sambhaav News
Thu, Jan 18, 2018
mobile apps
Sambhaav Audio News

SBI, ICICI સહિત 12 બેંકિંગ App પર વાયરસનો ખતરો, ખાલી થઇ શકે આપનું એકાઉન્ટ

Mobile-Banking

ન્યૂ દિલ્હીઃ ડિજીટલ બેંકિંગથી એક બાજુ જ્યાં લોકોને હવે રાહત થઇ છે તો ત્યાં બીજી બાજુ આનો અનેક મામલાઓમાં દૂરઉપયોગ પણ થઇ રહ્યો છે. એવામાં આનો પ્રયોગ કરતા સમયે આપે સાવધાન રહેવાની જરૂરિયાત છે. કેમ કે ક્યારેક બેંકો તરફથી આપને મહત્વપૂર્ણ જાણકારી અન્ય કોઇની પણ સાથે શેર નહીં કરવાની સલાહ આપવામાં આવે છે.

હમણાં જ થોડાંક સમય પહેલાં સામે આવેલા એક રિપોર્ટમાં એન્ડ્રોઇડ યૂઝર્સને એલર્ટ કરવામાં આવેલ છે. કે જો આપ પણ એન્ડ્રોઇડ યૂઝર છો અને આપ બેંકની લેણદેણને ચેક કરવા માટે મોબાઇલ એપનો ઉપયોગ કરો છો તો આ ખબર આપના માટે જ છે.

આ ખબર આપના માટે એટલાં માટે ખાસ જરૂરી છે કે આને વાંચતા આપ આવનારા સમયમાં આપનાં બેંકનાં ખાતાઓમાં થનારા કોઇ પણ પ્રકારનાં નુકસાનથી આપ બચી શકો છો. એમાંય જો આપનું ખાતુ SBI, ICIKCI અથવા HDFC બેંકમાં છે અને આપે આને સંબંધિત બેંકની એપ ડાઉનલોડ કરીને રાખી છે તો આ બાબત આપનાં માટે કદાચ ખતરારૂપ સાબિત થઇ શકે છે.

ગ્લોબલ IT સિક્યોરિટી કંપની ક્વિક હીલ સિક્યુરિટી લેબે એક એન્ડ્રોઇડ બેંકિંગ ટ્રોજનનાં વિશે જાણકારી આપી છે. આ ખતરનાક ટ્રોઝને 232થી પણ વધારે બેંકિંગ એન્ડ ફાઇનાન્સ એપને નિશાના પર લીધેલ છે. આનું નામ એન્ડ્રોઇડ.બેંક.એ9480(Android.banker.A9480) છે. આ માલવેર આપની ખાનગી જાણકારીને ચોરવા માટે એસએમએસ અને ખોટી નોટિફિકેશનનો સહારો લઇ રહ્યું છે.

આ માલવેર આપનાં ઇન્ટરનેટ બેંકિંગ લોગ ઇન આઇડી અને પાસવર્ડની જાણકારી ચોરી શકે છે. એક વાર જો આ પ્રકારની માહિતી જો કોઇ અન્ય પાસે જતી રહેશે તો આ આપનાં માટે કદાચ વધારે ખતરનાક સાબિત થઇ શકે છે.

રિપોર્ટનાં જણાવ્યા અનુસાર ફેક ફ્લેશ પ્લેયર એપનાં આધારે પણ આપને હેરાન કરી શકે છે. આ ખતરનાક માલવેરની ઝપટમાં HDFC, ICICI, IDBI, SBI અને AXIS બેંક જેવી અનેક મોટી બેંકો પણ શામેલ છે. આ રિપોર્ટમાં આમાં 12 મોટી બેંકિંગ એપ દર્શાવવામાં આવી રહી છે. ખાસ રીતે આપણે જોઇએ તો આ ટ્રોઝનનું નિશાન બેંકિંગ અને ક્રિપ્ટો કરેન્સી એપ છે.

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...