RBI બહાર પાડી શકે છે 2,000 રૂપિયાની નોટ, જલ્દી દેખાશે માર્કેટમાં

નવી દિલ્હી: તમે બધાએ 50, 100, 500 અને 1000 રૂપિયાની નોટ જોઇ હશે, પરંતુ હવે જલ્દીથી તમારા હાથમાં 2000 રૂપિયાની નોટ હોઇ શકે છે. આરબીઆઇ જલ્દીથી 2000 રૂપિયાની નોટ બહાર પાડવાની તૈયારીમાં છે. આ નોટનું છાપવાનું ક્યારનું શરૂ થઇ ગયું છે હવે ફક્ત માર્કેટમાં જ આવવાની બાકી છે. નોંધનીય છે કે આરબીઆઇ આ પહેલા 10,000 ની નોટ બહાર પાડી ચૂકી છે.

મળતી જાણકારી અનુસાર આ નોટ મૈસૂરની કરન્સી પ્રેન્ટિગ પ્રેસમાં છાપવામાં આવી રહી છે. જો કે સરકારે આ નોટની માર્કેટમાં આવવા માટે સત્તાવાર જાહેરાત કરી નથી. તમને જણાવી દઇએ કે ભારતમાં કરન્સી નોટ અને સિક્કાને છાપવાનું ઢાળવાની સિક્યોરિટી પ્રિન્ટિગ એન્ડ માઇનિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના 8 એકમોમાં કરવામાં આવે છે.

બીજી બાજુ આરબીઆઇ બજારમાં 2000 રૂપિયાની નોટ લાવવાની તૈયારીમાં છે, તો બીજી બાજુ વિશેષજ્ઞોનું માનવું છે કે સરકારે મોટી નોટ પર રોક લગાવી જોઇએ કારણ કે એનાથી કાળા નાણાં પર અંકુશ લગાડવામાં આવે. નોંધનીય છે કે 1938માં આરબીઆઇ 10,000ની નોટ છાપતી હત, જે બાદમાં 1946માં બંધ કરી દીધી. આરબીઆઇએ ફરીથી 1954માં 10,000ની નોટ છાપવાનું શરૂ કર્યું અને ફરીથી 1978માં બંધ કરી દીધી. નોટ છાપવામાં ઉપયોગ થનાર કાગળ કપાસ અને કપાસના રેશાથી બનેલું હોય છે.

You might also like