WOW! જો તમારા ઘરે ‘લક્ષ્મી’ જન્મી તો ભેટ સ્વરૂપે મળશે 11 હજારની FD

લિંગ અસમાનતાને દૂર કરવા માટે દેશની સૌથી મોટી હેલ્થકેર કંપની ઓક્સીએ આજે એક જાહેરાત કરી છે કે તે દરેક નવજાત છોકરીના જન્મ સમયે 11 હજાર રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) કરશે. જેથી બાળકીને ભવિષ્યમાં શિક્ષણ અથવા વ્યાવસાયિક ધ્યેયોમાં પણ મદદ મેળવી શકે.

ઓક્સીએ જણાવ્યું કે એક્સી ગર્લ ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ દેશમાં જન્મેલ દરેક બાળકીને તેના જન્મ સમયે 11 હજારની ફિક્સ્ડ ડિપોઝિટ આપવામાં આવશે. આ યોજના હેઠળ, માતાને જ્યારે ત્રણ મહિનાની ગર્ભાવસ્થા હોય ત્યારે સૌ પ્રથમ રજીસ્ટર કરવી પડશે. દરેક ધર્મ, સામાજિક દરજ્જો અને ભૌગોલિક વિસ્તારના માતા-પિતાને આ યોજનાનો લાભ મળશે.

આ યોજનાનો હેતુ દીકરીઓને આર્થિક રૂપથી આત્મનિર્ભર થઇ શકે. જ્યારે છોકરી 18 વર્ષની થશે ત્યારે તે આ ધનનો ઉપયોગ કરી શકશે. આ ધન બાળકીના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ લાગશે.

You might also like