સરકારને આશા છે કે એક મહિનામાં 16 રાજ્ય GST બિલને કરાવી લેશે પાસ

0 1,114

નવી દિલ્હી: રાજ્યસભામાંથી જીએસટી બિલ પાસ થયા પછી સરકારને આશા છે કે આગળના એક મહિનામાં દેશના આશરે 16 રાજ્યો આ બિલને પોતાના રાજ્યની વિધાનસભામાંથી પાસ કરાવી દેશે. સરકારના રાજસ્વ સચિવ હસમુખ અધિયાએ ગુરુવારે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું કે સરકાર રાજ્યસભામાંથી જીએસટી બિલ પાસ કરાવી ચૂકી છે અને હવે આશા છે કે આશરે 16 રાજ્ય આગળના એક મહીનામાં પોતાના રાજ્યમાં લાગૂ પણ કરાવી દેશે.

જો કે સંશોધનોને પાસ કરાવવા માટે જીએસટી બિલ સોમવારે લોકસભામાં ફરીથી લાવવામાં આવશે પરંતુ આશા છે કે ત્યાં પાસ કરાવવામાં સરકારને કોઇ મુશ્કેલી આવશે નહીં.

તમને જણાવી દઇએ કે આ બિલને સંસદને બંને સદનોને બે તૃતીયાંશ બહુમતની સાથે પાસ કરાવવા જરૂરી છે આ ઉપરાંત રાજ્ય વિધાયિકાના આશરે 50 ટકા સમરઅથન બિલને પાસ કરાવવા માટે જરૂરી છે. કેટલાક રાજ્યોમાં મોનસૂન સત્ર સમાપ્ત પણ થઇ ગયો છે. એવામાં રાજ્ય સદન વિશેષ સત્ર બોલાવીને પાસ કરાવી શકે છે.

નોંધનીય છે કે બુધવારે જીએસટી બિલ પર ચર્ચા દરમિયાન પૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસી નેતા પી ચિદંબરમે સરકારથી જીએસટી બિલને મની બિલ તરીકે નહીં પરંતુ ફાઇનેન્સ બિલ તરીકે લાવવાની ગેરન્ટી માંગી હતી. આ ઉપરાંત કોંગ્રેસે એવી પણ માંગ કરી હતી કે જીએસટીના દરને 18 ટકાથી વધારે રાખવો જોઇએ નહીં. પરંતુ કેટલાક રાજ્ય સરકાર તેને 20 ટકાની આસપાસ રાખવાની માંગ કરી રહી છે.

loading...

Leave A Reply

Your email address will not be published.