ચાલુ બસે ડ્રાઇવરને હાર્ટએટેકઃ પ૩ મુસાફરને બચાવી લીધા

0 0

અમદાવાદ: અમદાવાદ-ધ્રાંગધ્રા હાઇવે પર દુદાપુર ગામ પાસે ચાલુ બસે ડ્રાઇવરને હાર્ટએટેક આવ્યો હતો, જોકે ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી પોતાનો જીવ જાય તે પહેલાં જ બસને રોડની એક સાઇડ પર લઇ પ૩ મુસાફરને બચાવી લીધા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે, નારાયણ સરોવરથી અમદાવાદ રૂટની એસટી બસ ધ્રાંગધ્રાથી નીકળી અમદાવાદ તરફ આવવા બપોરે ૩-૦૦ વાગ્યે રવાના થઇ હતી. ખીચોખીચ મુસાફરોથી ભરેલી આ બસ ધ્રાંગધ્રા-અમદાવાદ ફોરલેન હાઇવે પર દુદાપુર ગામના પાટિયા પાસેથી પસાર થતી હતી ત્યારે બસના ડ્રાઇવર રસિકસિંહ ઝાલાને હાર્ટએટેકનો હુમલો આવ્યો હતો. રસિકસિંહ ઝાલાને હુમલાની તીવ્રતા સમજાઇ ગઇ હતી. આથી તેમણે પોતાનો જીવ જાય તે પહેલાં જ બસને રોડની એક સાઇડ પર લઇ ઊભી કરી હતી અને થોડી જ વારમાં ડ્રાઇવર રસિકસિંહ ઝાલા સ્ટિયરિંગ પર જ ઢળી પડ્યા હતા.

આ અંગેની ધ્રાંગધ્રા ડેપોને જાણ કરવામાં આવતાં અધિકારીઓ તાત્કા‌િલક પહોંચી ગયા હતા અને રસિકસિંહ ઝાલાને સારવાર માટે ધ્રાંગધ્રા હોસ્પિટલ લઇ જવાયા હતા, પરંતુ સારવાર મળતાં પહેલાં તેમનું મૃત્યુ થયું હતું. ચાલુ બસે ડ્રાઇવરને એટેક આવતાં બસમાં બેઠેલા પ૩ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયો હતા, જોકે ડ્રાઇવરની સમયસૂચકતાના કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
http://sambhaavnews.com/

loading...

Leave A Reply

Your email address will not be published.