Categories: Gujarat

વણાંકબારા બંદર પર તાપણું કરતાં આગઃ ૫ બોટ, ૭૦ ઝૂંપડા બળીને ખાખ

અમદાવાદ: રવિવારે સવારે દીવ નજીક વણાંકબારા બંદર પર તાપણું કરતાં તેનું એક તણખલું ડીઝલનાં બેરલ પર પડતાં ભયાનક આગ લાગી હતી. આગમાં ૫થી વધુ ફિશિંગ બોટ સળગી ગઇ હતી. ફિશિંગ બોટને દરિયામાં અંદર બહાર કરતી એક ક્રેન પણ સળગી ગઇ હતી અને બોટની આજુબાજુમાં આવેલા ૭૦ જેટલાં ઝૂંપડા આગની ઝપટમાં આવી ગયા હતા.

આટલી મોટી આગ લાગવાથી આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગને કાબુમાં લેવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ આગ એટલી ભયાનક હતી કે કાબુમાં આવી શકી ન હતી. જોરદાર આગ લાગવાથી ધુમાડાનાં ગોટેગોટાં દૂર દૂર સુધી દેખાઇ રહ્યા હતા અને દિવસ દરમિયાન રાત જેવો માહોલ સર્જાયો હતો. આગને કાબુમાં લેવા માટે વેરાવળ, કોડિનાર અને ઊનાના ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી.

વણાંકબારા બંદરમાં લાગેલી આગની ઘટનાને પગલે વેરાવળથી પાલિકા પ્રમુખ જગદીશ ફોફંડી, સી ફૂડ એકસ્પોટ એસો.ના પ્રમુખ લખમભાઇ ભેસલા, માછીમાર બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઇ ગોહેલ, ખારવા સમાજના પટેલ પ્રભુદાસભાઇ કુહાડા સહિતના માછીમાર સમાજના જવાબદાર આગેવાનો વણાંકબારા બંદરે પહોંચી ગયા છે.

આ આગ સવારે તાપણું કરતી વખતે લાગી હતી. તાપણામાંથી આગનું તણખલું ડીઝલનાં બેરલ પર પડતા એકાએક આગ લાગી હતી અને તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

Navin Sharma

Recent Posts

ક્રૂડમાં ઉછાળોઃ એક લિટર પેટ્રોલ રૂ. 100માં ખરીદવા તૈયાર રહો

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતથી જો તમે પરેશાન હો તો હજુ પણ વધુ પરેશાની સહન કરવા તૈયાર…

7 mins ago

શાકભાજીમાં બેફામ નફાખોરીઃ હોલસેલ કરતાં છૂટક ભાવ ચાર ગણા વધારે

અમદાવાદ: ચોમાસાના વરસાદ બાદ નવાં શાકભાજીની આવકમાં વધારો થયો છે, પરંતુ પાણીના મૂલે માર્કેટયાર્ડમાં હોલસેલમાં હરાજીમાં વેચાતાં શાકભાજી બજારમાં આવતાં…

37 mins ago

પાણીજન્ય રોગચાળાના ભરડા વચ્ચે પાણીના નમૂૂના લેવાની કામગીરી ઠપ

અમદાવાદ: શહેરીજનોમાં પાણીજન્ય રોગચાળા ઝાડા-ઊલટી, કમળો, ટાઇફોઇડ અને કોલેરાના કેસ સતત વધી રહ્યા હોઇ ભયનો માહોલ ફેલાયો છે. તંત્ર પણ…

48 mins ago

બુટલેગરના ઘરમાં બોમ્બ-હથિયાર મૂકવા મામલે શકમંદના SDS ટેસ્ટ થશે

અમદાવાદ: રથયાત્રાના આગલા દિવસે રાજપુર ટોલનાકા પાસે રહેતા લિસ્ટેડ બુટલેગર રફીક સંધી ઉર્ફે ગુડ્ડુ હવાલદારના ઘરના ધાબા પરથી મળી આવેલા…

51 mins ago

સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીએ અન્ય કેદી પર હુમલો કર્યો

અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક કેદીએ બીજા કેદી પર હુમલો કર્યો હોવાની ઘટના બહાર આવી છે. ઇજાગ્રસ્ત કેદીને સારવાર માટે…

1 hour ago

સ્કૂલના સંચાલકે IOCની પાઈપ પંચર કરી ઓઈલ ચોરી શરૂ કરી

અમદાવાદ: અમદાવાદ જિલ્લામાંથી પસાર થતી સલાયા-મથુરાની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની પાઈપલાઈનમાં પંચર કરી અન્ય પાઈપલાઈન જોડી અને ઓઈલ ચોરીનું કૌભાંડ સામે…

1 hour ago