Budget 2018: ‘સબકા સાથ સબકા વિકાસ’ને પૂર્ણ કરનારું બજેટ: અમિત શાહ

નાણાં મંત્રી અરૂણ જેટલીએ સંસદમાં રજૂ કરેલ બજેટને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે શાનદાર અને ઐતિહાસિક બતાવ્યું. અમિત શાહે જણાવ્યું કે આ બજેટ ભારતની વિકાસ ગાથા લખનારું છે, આ બજેટ ભારતની વિકાસની ગતિને આગળ ધપાવશે.

અમિત શાહે કહ્યું કે આઝાદી બાદની આ પ્રથમ સરકારે હિમ્મત દેખાડી કે ખેડૂતોને કિંમત કરતાં દોઢ ગણું સમર્થન આપવુ. રાજ્યસભાના સાંસદ અમિતા શાહે બજેટમાં ખેડૂતો, ગરીબો, દલિતો અને આદિવાસીઓ માટે ઘણી નવી યોજનાઓ છે, આ બજેટ મોદી સરકારનું ‘સબકા સાથ સબકા વિકાસ’નીવાતને સમર્પિત છે.

અમિત શાહે જણાવ્યું કે દેશભરમાં છ કરોડ શૌચાલય વધુ બનાવવાનો નિર્ણય ભાજપની સરકારે કર્યો છે. નરેન્દ્ર મોદી સરકારે સ્વચ્છતા માટે જે પગલુ ભર્યું છે તે ઘણુ મોટુ છે.

You might also like