બજેટઃ જાણો રસપ્રદ સ્ટોરીઓ, નાણામંત્રી અને તેમના સૂટકેસની શું છે ખાસિયત

નવી દિલ્હી: તમે જોયું હશે કે જ્યારે પણ નાણાં પ્રધાન બજેટ રજૂ કરવા જાય છે ત્યારે તેમના હાથમાં એક સૂટકેશ હોય છે. તેઓ સૂટકેશ સાથે ફોટોગ્રાફ પણ પડાવે છે, પરંતુ શું તમે જાણો છો કે આ સૂટકેશ પાછળથી કહાણી શું છે? તો આપણે આજે જાણીએ કે દર વખતે બજેટ પહેલાં નાણાં પ્રધાન પાસે આ ખાસ પ્રકારની સૂટકેશ શા માટે હોય છે? ભારતનું બજેટ અને આ રેડ સૂટકેશ વચ્ચેની કહાણી અત્યંત રસપ્રદ છે.

જાણો સૂટકેસની કહાનીઃ
થોડાં વર્ષો પહેલાં જ નહીં, પરંતુ ૧પ૦ કરતાં વધુ વર્ષોથી બજેટ અને સૂટકેશનું ખાસ કનેકશન છે. એવું કહેવાય છે કે ૧૮૬૦માં બ્રિટનના ચાન્સેલર ઓફ ધ એકસચેકર ચીફ વિલિયમ એવર્ટ ગ્લેડસ્ટને ફાઇનાન્શિયલ પેપર્સના બંડલને એક લેધર બેગમાં લાવ્યા હતા ત્યારથી આ પરંપરા સતત ચાલી રહી છે. ફાઇનાન્શિયલ એકસપ્રેસના જણાવ્યા અનુસાર બજેટ શબ્દની વ્યૂત્પત્તિ ‘બોગેેટી’ શબ્દ પરથી આવે છે જેનો અર્થ થાય છે એક નાની બેગ. સાથે જ તેમાં સરકારના ખર્ચ અને મહેસૂલની જાણકારી રાખવાની પરંપરા છે. જોકે બ્રિટનમાં રેડ ગ્લેડસ્ટન બજેટ બોકસ ર૦૧૦ સુધી ચલણમાં હતું. ર૦૧૦માં તેને મ્યુઝિયમમાં રાખી દેવામાં આવ્યું અને તેનું સ્થાન એક ફ્રેશ રેડ લેધર બજેટ બોકસે લીધું.

ભારતની સ્વતંત્રતા બાદ પણ આ પરંપરાને જારી રાખવામાં આવી છે. ર૬ નવેમ્બર ૧૯૪૭ના રોજ સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન શણ્મુખમ શેટ્ટી દ્વારા રજૂ કરાયેલ બજેટને પણ આ જ સૂટકેશમાં લાવવામાં આવ્યું હતું. ત્યારથી આ કહાણી જારી છે અને દર વર્ષે નાણાં પ્રધાન પોતાનું રજેટ રજૂ કરતાં પહેલાં સૂટકેશ ચોક્કસ લાવે છે. બ્રિટનમાં એક નાણાં પ્રધાન બીજા નાણાં પ્રધાનને આ સૂટકેશ હેન્ડઓવર કરે છે, પરંતુ ભારતમાં આવું નથી. બ્રિટન ઉપરાંત યુગાન્ડા, ઝિમ્બાબ્વે અને મલેશિયામાં પણ બજેટ સ્પીચ માટે આવી સૂટકેશનો ઉપયોગ થાય છે.

ભારતના પહેલા મહિલા નાણામંત્રી
સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં અત્યાર સુધીમાં માત્ર એક જ મહિલા નાણાં પ્રધાન બન્યાં હતાં અને તે હતાં ઈન્દિરા ગાંધી. ૧૯૬૬માં ઈન્દિરા ગાંધી પ્રથમ વખત વડાં પ્રધાન બન્યાં હતાં. ૧૯૬૯માં મોરારજી દેસાઈને સ્થાને વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ સ્વયં નાણાં મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો. વાસ્તવમાં ઈન્દિરા ગાંધીએ નાણાં પ્રધાન મોરારજી દેસાઈના ભરોસે બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવાનો નિર્ણય કર્યો હતો અને તેની જાહેરાત કરવાના થોડા િદવસ પહેલા જ મોરારજી દેસાઈ પાસેથી નાણાં મંત્રાલયની જવાબદારી પાછી ખેંચી લેવામાં આવી હતી.

૧૯ જુલાઈએ ઈન્દિરા ગાંધીએ ૧૪ મોટી બેન્કનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. ત્યાર બાદ ૨૮મી ફેબ્રુઆરી ૧૯૭૦ના રોજ બજેટ રજૂ કર્યું હતું. તેઓ દેશના પ્રથમ એવા મહિલા નાણાં પ્રધાન બન્યાં હતાં. જેમણે બજેટ રજૂ કર્યું હતું. દેશમાં અત્યાર સુધી અન્ય કોઈ મહિલા નાણાં પ્રધાન બન્યાં નથી. ઈન્દિરા ગાંધીએ પાછળથી નાણાં પ્રધાનનો કાર્યભાર છોડી દીધો હતો અને વાય.બી. ચવ્હાણને નવા નાણાં પ્રધાન બનાવ્યા હતા.

ઈન્દિરા ગાંધીએ જે એક માત્ર બજેટ રજૂ કર્યું હતું તેમાં તેમણે ઈન્કમટેક્સની લિમિટ વધારીને રૂ. ૪૦,૦૦૦ કરી હતી. કૃષિ ક્ષેત્ર માટે બજેટ ફાળવણીમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો હતો. આ સાથે તેમણે પરિવહન અને કોમ્યુનિકેશન સેક્ટર માટે પણ જંગી રકમ ફાળવી હતી. પોતાનાં બજેટ ભાષણમાં ઈન્દિરાજીએ દેશનો વિકાસ દર ૫-૫.૫ ટકા રહેવાની આશા વ્યક્ત કરી હતી.

આ બજેટમાં સિગારેટ પર ૩ ટકા ટેક્સ હતો તે વધારીને સીધો ૨૨ ટકા કરી નાંખવામાં આવ્યો હતો. આ બજેટ કુલ ૧૫ પાનાંનું હતું. વડાપ્રધાન પદે રહીને નાણાં પ્રધાનની જવાબદારી સંભાળતા પંડિત જવાહરલાલ નહેરુ અને રાજીવ ગાંધીએ પણ એક એક બજેટ રજુ કર્યાં હતાં. પંડિત જવાહરલાલ નહેરુએ ટી.ટી. કૃષ્ણામાચારીના રાજીનામા બાદ ૧૯૫૮-૫૯ દરમિયાન નાણાં મંત્રાલયની જવાબદારી સંભાળી હતી અને બજેટ રજૂ કર્યું હતું.

આઝાદી બાદ બજેટની રજૂઆતમાંં અનેક બદલાવ જોવા મળ્યા
અગાઉ ભારતમાં બજેટની રજૂઆત કઇ રીતે થતી હતી અને કોણે કોણે બજેટ રજૂ કર્યા હતા તેમાં કેવા કેવા ફેરફાર થયા તેના પર એક નજર નાખીએ.
• ભારતનું પ્રથમ બજેટ બે ફેબ્રુઆરી ૧૯૪૬ના રોજ લિયાકતઅલી ખાને રજૂ કર્યું હતું. જેઓ પાછળથી પાકિસ્તાનના પ્રથમ વડા પ્રધાન બન્યા હતા.
• આઝાદ ભારતનું પ્રથમ બજેટ શન્મુખણ શેટ્ટીએ નવેમ્બર ૧૯૪૭માં રજૂ કર્યું હતું. પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યા બાદ તેમણે રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ કે.સી‌.નિયોજીએ ૩પ દિવસ સુધી નાણાં પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
• ભારત સ્વતંત્ર થયું તે પહેલાં પણ બ્રિટિશ સરકારમાં બજેટ રજૂ કરાતું હતું. ભારતમાં પ્રથમવાર બજેટ ૧૮ ફેબ્રુઆરી ૧૮૬૯ના રોજ રજૂ કરાયું હતું. જે જેમ્સ વિલ્સને રજૂ કર્યું હતું.
• મોરારજી દેસાઇએ રાજીનામું આપ્યા બાદ તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ નાણાં પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને તેઓ દેશના પ્રથમ અને એક માત્ર નાણાં પ્રધાન હતાં.
• ૧૯પપ-પ૬થી બજેટ દસ્તાવેજ હિંદીમાં તૈયાર કરવામાં આવે છે. અગાઉ ભારતનું બજેટ અંગ્રેજીમાં છપાતું હતું.
• ૧૯૯૧માં કોંગ્રેસની સરકાર રચાયા બાદ દેશમાં બે પ્રધાનોએ પ્રથમવાર વચગાળાનું અને ફાઇનલ બજેટ રજૂ કર્યું હતું અને તેઓ બંને અલગ અલગ પક્ષના હતા.
• ર૦૦૧માં પ્રથમવાર સવારે ૧૧-૦૦ કલાકે બજેટ પેશ કરવામાં આવ્યું હતું. ર૦૦૧માં નાણાં પ્રધાન યશવંતસિંહાએ રજૂ કર્યું હતું. તે પહેલાં બજેટ સાંજે પ-૦૦ વાગ્યે રજૂ થતું હતું.
• વર્ષ ર૦૦૦ સુધી કેન્દ્રીય બજેટ ફેબ્રુઆરી મહિનાના આખરી વર્કિંગ ડેના રોજ સાંજે જાહેર કરવામાં આવતું હતું. આ સમય બ્રિટીશ સંસદના આધારે નક્કી કરવામાં આવ્યો હતો. અટલ બિહારી વાજપેયીની એનડીએ સરકારે આ પરંપરા તોડીને ર૦૦૧ના કેન્દ્રીય બજેટની રજૂઆતો સમય બદલીને ૧૧-૦૦ વાગ્યાનો જાહેર કર્યો હતો.

સતત પાંચમું બજેટ રજૂ કરીને જેટલી ચુનંદા નાણાં પ્રધાનોની કલબમાં સામેલ
કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ આજે નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯નું બજેટ રજૂ કરીને સતત પાંચ બજેટ રજૂ કરનારા નાણાં પ્રધાનોની કલબમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. જેટલીએ આજે પોતાનું સતત પાંચમું બજેટ રજૂ કર્યું હતું અને તેઓ કેટલાક ચુનંદા નાણાં પ્રધાનોની હરોળમાં આવી ગયા છે કે જેમણે સતત પાંચ બજેટ રજૂ કર્યાં છે. જેટલી અગાઉ માત્ર મનમોહનસિંહ, યશવંતસિંહા, પી.ચિદમ્બરમ્ અને મોરારજી દેસાઇએ જ સતત પાંચ બજેટ રજૂ કર્યા હતા.

કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમે કુલ નવ બજેટ રજૂ કર્યાં છે. જેમાં આઠ પૂર્ણ બજેટનો સમાવેશ થાય છે. તેમણે યુપીએ પ્રથમ સરકારના કાર્યકાળમાં ર૦૦૪થી ર૦૦૮ સુધી સતત પાંચ બજેટ રજૂ કર્યાં હતાં. વર્ષ ર૦૦૯માં પ્રણવ મુખરજીએ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. યશવંતસિંહાએ ૧૯૯૮થી ર૦૦ર સુધી સતત પાંચ બજેટ રજૂ કર્યાં હતાં. અટલ બિહારી વાજપેયી સરકાર દરમિયાન નાણાં પ્રધાન યશવંતસિંહાના કાર્યકાળમાં જ બજેટ રજૂ કરવાનો સમય સાંજે પ-૦૦ વાગ્યાના બદલે સવારે ૧૧-૦૦ વાગ્યાનો કરવામાં આવ્યો હતો.

અગાઉ મનમોહનસિંહે સતત પાંચ બજેટ રજૂ કર્યા હતા. તેમનું ૧૯૯૧નું બજેટ ઐતિહાસિક હતું. સૌથી વધુ વાર બજેટ રજૂ કરવાનો રેકોર્ડ મોરારજી દેસાઇને નામે છે. તેમણે ૧૯પ૯થી ૧૯૬૩ સુધી પાંચ પૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. પોતાની બીજી ઇનિંગ્સમાં ઇન્દિરા ગાંધી સરકારમાં તેમણે ચાર બજેટ રજૂ કર્યા હતા. ૧૯૭૭માં તેઓ વડા પ્રધાન પણ બન્યા હતા.

Navin Sharma

Share
Published by
Navin Sharma

Recent Posts

10 નવેમ્બર સુધીમાં ઉડાડી દઇશું યૂપીનાં અનેક રેલ્વે સ્ટેશનઃ લશ્કર-એ-તૈયબા

આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનાં નામથી અંબાલા રેલ્વે સ્ટેશન ડાયરેક્ટરને પત્ર મોકલીને સહારનપુર રેલ્વે સ્ટેશન અને શાકંભરી દેવી મંદિર સહિત યૂપી, હરિયાણાનાં…

53 mins ago

આધાર પર SCનાં ચુકાદાથી વિદ્યાર્થીઓને મોટી રાહત, જાણો શેમાંથી અપાઇ મુક્તિ?

બુધવારનાં રોજ અપાયેલા સુપ્રિમ કોર્ટનાં નિર્ણય અનુસાર CBSE અને NEETની પરીક્ષાઓને માટે હવે આધાર અનિવાર્ય નથી. પરંતુ તમને જણાવી દઇએ…

3 hours ago

રાજકોટમાં ડેકોરા ગ્રૂપ પર IT વિભાગનાં દરોડા, જપ્ત કરાઇ 3 કરોડની રકમ

રાજકોટ: શહેરમાં આઈટી વિભાગે બોલાવેલાં સપાટા બાદ કુલ રૂપિયા 3 કરોડની રોકડ રકમ ઝડપાઈ છે. આઈટી વિભાગે ડેકોરા ગ્રુપ, સ્વાગત…

3 hours ago

સુરતનાં કેબલ બ્રિજનું PM મોદી નહીં કરે લોકાર્પણ, CMને અપાશે આમંત્રિત

સુરતઃ શહેરનો કેબલ બ્રિજ ખુલ્લો મુકવા મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે આ બ્રિજનું ઓપનિંગ નહીં કરે. 8 વર્ષ પહેલાં શરૂ…

4 hours ago

વડોદરામાં ઉજવાયો 86મો ઇન્ડિયન એરફોર્સ ડે, જવાનોએ બતાવ્યાં વિવિધ કરતબો

વડોદરાઃ શહેરનાં આકાશમાં એરફોર્સનાં જવાનોએ વિવિધ કરતબો કર્યા. આકાશી ઉડાનનાં કરતબો જોઈને વડોદરાવાસીઓ સ્તબ્ધ રહી ગયાં. શહેરમાં 86મો ઇન્ડિયન એરફોર્સ…

5 hours ago

ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કરી ભારતની પ્રશંસા, પાકિસ્તાનને આપી ગંભીર ચેતવણી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતની પ્રશંસા કરી છે. ટ્રમ્પે જણાવ્યું કે, ગરીબોને માટે ભારતે અનેક સફળ પ્રયાસો…

5 hours ago