BSNL લાવ્યું છે ધમાકેદાર પ્લાન, 1 માર્ચથી ગ્રાહકોને થશે ફાયદો…

બીએસએનલ દ્વારા આજે એક નવો 399 રૂપિયાવાળો પોસ્ટપેડ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. બીએસએનએલના આ પ્લાનમાં બીજી ટેલિકોમ કંપનીઓની સરખામણીએ વધારે ડેટા મળશે. કંપનીના આ પોસ્ટપેડ પ્લાનનું નામ ‘ઘર વાપસી’ રાખવામાં આવ્યું છે. કસ્ટમર આ પ્લાનનો ફાયદો 1 માર્ચ 2018થી લઇ શકશે.

ગ્રાહકોને બીએસએનલના ઘર વાપસી પોસ્ટપેડ પ્લાનમાં કોઇપણ લિમિટ વગર અનલિમિટેડ વોઇસ કોલ અને પૂર્ણ વેલિડિટી માટે 30 જીબી ડેટા મળશે. જો કે તેમાં એસએમએસ અને રોમિંગ કોલનો ફાયદો નહીં મળે. પરંતુ પ્રાઇવેટ ટેલીકોમ કંપનીઓની સરખામણીએ ગ્રાહકોને વધારે ડેટા મળશે.

એરટેલના પ્લાનમાં અનલિમિટેડ કોલ સાથે 100 એસએમએસ સાથે પૂર્ણ વેલિડિટી સાથે 20 જીબી ડેટા મળે છે. જ્યારે આઇડીયામાં અનલિમિટેડ રોમિંગ કોલ સાથે 20 જીબી ડેટા આપવામાં આવે છે. જ્યારે વોડાફોનના 399 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ કોલ, રોમિંગ કોલ અને 20 જીબી ડેટા પૂરી વેલિડિટી દરમિયાન કસ્ટમરોને આપવામાં આવે છે.

આમ બીએસએનલના આ પોસ્ટપેઇડ પ્લાનમાં બાકી ટેલીકોમ કંપનીઓથી આગળ છે. જો કે કંપનીએ તેને વધુ સારો બનાવા એસએમએસ અને રોમિંગ કોલનો ફાયદો આપવાની જરૂરિયાત હતી. બીએસએનલનો આ ઘર વાપસી પ્લાન દેશભરના સર્કલમાં લાગુ કરવામાં આવશે.

You might also like