Fifa World Cupને લઇને BSNL લાવ્યું ધમાકેદાર ઓફર…

BSNL દ્વારા ફીફા-2018 વર્લ્ડકપ માટે એક નવો પ્રીપેડ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. આ પેકનું નામ Fifa World Cup Special Data STV 149 રાખવામાં આવ્યું છે. આ પ્લાન હેઠળ યૂઝર્સને પ્રતિદિવસ 4 જીબી ડેટા મળશે. આ પ્લાનનું 14 જૂનથી રીચાર્જ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે આજથી એટલે કે 14 જૂનથી ફીફા વર્લ્ડકપનો પ્રારંભ થઇ રહ્યો છે. આ પ્લાન 14 જૂનથી 15 જૂલાઇ સુધી માન્ય ગણાશે.

આ પ્લાનનો બીએસએનએલના દરેક સર્કલ પર લાભ લઇ શકાશે. જો કે આપ્લાનનો લાભ દિલ્હી અને મુંબઇના યૂઝર્સને લાભ નહીં મળે. આ પ્લાનમાં માત્ર ડેટા આપવામાં આવશે. આ પ્લાનમાં કોલિંગ અથવા એસએમએસની સુવિધા આપવામાં આવી નથી.

આ પ્લાનની કિંમત માત્ર 149 રૂપિયા રાખવામાં આવી છે. જો યૂઝર્સ આ પ્લાને 14 જૂનના રોજ રીચાર્જ કરાવે છે તો 32 દિવસ સુધી માન્ય ગણાશે. કારણ કે આ પ્લાન 15 જૂલાઇ સુધી માન્ય ગણાશે.

બીએસએનલનો આ પ્લાન જિયાના મોનસુન ઓફર બાદ તરત રજૂ કરવામાં આવ્યો છે. જિયો દ્વારા 300 રૂપિયાથી વધારેના રિચાર્જ પર 100 રૂપિયા ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે.

You might also like