JIOને ટક્કર આપવા માટે BSNLએ લોન્ચ કર્યો 118 રૂપિયાનો પ્લાન

રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે BSNLએ પોતાનો નવો પ્લાન લોન્ચ કરી દીધો છે. આ પ્લાન કંપનીએ પોતાના પ્રીપેડ યૂઝર્સ માટે લોન્ચ કર્યો છે. આ રિચાર્જ પર 1GB ડેટા આપવામાં આવશે. આ સિવાય અનલિમિટેડ કૉલિંગની સુવિધા પણ આપવામાં આવશે. આ પેકમાં રૉમિંગમાં અનલિમિટેડ કૉલિંગની પણ સુવિધા આપવામાં આવશે. જોકે, દિલ્હી અને મુંબઇને છોડી દેશના કોઇ પણ ખૂણે રૉમિંગ કૉલ કરી શકાશે. કંપનીનો આ પ્લાન 118 રૂપિયાનો છે. જેની વેલિડિટી 28 દિવસની છે.

જોકે બીજી તરફ રિલાયન્સ જિયોની વાત કરવામાં આવે તો 98 રૂપિયાના પ્લાનમાં યૂઝરને અનલિમિટેડ કૉલિંગની સુવિધા આપવામાં આવશે. આ સાથે જ અનલિમિટેડ ઇન્ટરનેટની સુવિધા આપવામાં આવી રહી છે. જોકે અનલિમિટેડ ઇન્ટરનેટની એક લિમિટ છે કે યૂઝરને હાઇ સ્પીડ પર માત્ર 2GB ડેટા જ મળશે. આ ડેટા પૂરો થયા પછી ઇન્ટરનેટ તો અનલિમિટેડ ચાલશે પરંતુ સ્પીડ ઓછી થઇ 64Kbps રહી જશે. આ પ્લાનની પણ વેલિડિટી 28 દિવસોની જ છે.

તમને જણાવી દઇએ કે, એરટેલે પણ 93 રૂપિયાનો પ્લાન તાજેતરમાં અપડેટ કર્યો છે. હવે આ પ્લાન હેઠળ યૂઝર્સને 1GB હાઇ સ્પીડ ડેટા આપવામાં આવશે. આ સિવાય અનલિમિટેડ કૉલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસોની છે.

જ્યારે આઇડિયાની વાત કરવામાં આવે તો 1GB ડેટાનો પ્લાન 109 રૂપિયાનો છે. આ પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગની સુવિધા આપવામાં આવી રહી છે, જેનો એ પણ ફાયદો છે કે યૂઝરને રોમિંગમાં પણ અનલિમિટેડ કૉલિંગની સુવિધા મળી રહી છે. આ પ્લાનની વેલિડિટી પણ 28 દિવસની છે.

You might also like