BSNL એ રજૂ કર્યો રક્ષાબંધન પ્લાન, ગ્રાહકોને મળશે ફાયદો

ટેલીકોમ સેકટરમાં વધતી ગળાકાપ હરિફાઇ વચ્ચે સરકારી ટેલીકોમ કંપની BSNLએ એક નવી ‘રાખી ઓફર’ રજૂ કરી છે. જેમાં ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ, ડેટા અને SMS આપવામાં આવશે. આ પ્લાનની કિંમત કંપનીએ 399 રૂપિયા રાખી છે. આ પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને 74 દિવસની વેલિડિટી મળશે.

ખાસ વાત એ છે કે BSNL આ નવા પ્લાન દિલ્હી અને મુંબઇ ટેલિકોમ સર્કલમાં પણ વેલિડ છે. તેની સાથે પર્સનલાઇઝડ રિંગ બેક ટોન (PRBT)નો ફાયદો ગ્રાહકોને મળશે. અહિ ગ્રાહકોને અનલિમિટેડ સોંગ ચેન્જનો ઓપ્શન મળશે.

આ પ્લાનને STV399 નામથી રજૂ કરવામાં આવ્યો છે. આ પ્લાનને 26 ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે ઉપલબ્ધ કરવામાં આવશે.

BSNLના 399 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, ડેટા અને SMSનો ફાયદો ગ્રાહકોને મળશે. આ સાથે અનલિમિટેડ કોલિંગનો ફાયદો લોકલ, STD અને રોમિંગ કોલ્સ દરેક પર વેલિડ હશે.

તેની સિવાય BSNL દ્વારા હાલમાં જ એક નવો ફ્રીડમ ઓફર રજૂ કરવામાં આવી હતી. જેમાં પ્રીપેડ કસ્ટમરોને વોઇસ અને ડેટા બંનેનો ફાયદો આપવામાં આવી રહ્યો હતો. BSNLનો આ પ્લાન 9 રૂપિયા અને 29 રૂપિયાનો હતો. આ પ્લાન ખાસ કરીને સ્વતંત્રતા દિવસના અવસર પર બહાર પાડવામાં આવ્યો હતો.

divyesh

Recent Posts

ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મિત્રતા પાઇપલાઇન અને રેલ્વે પ્રોજેક્ટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન

ન્યૂ દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની PM શેખ હસીનાએ મંગળવારનાં રોજ સંયુક્ત રૂપથી ભારત-બાંગ્લાદેશ મિત્રતા પાઇપલાઇન અને ઢાકા-ટોંગી-જોયદેબપુર રેલ્વે…

5 hours ago

NASAનાં ગ્રહ ખોજ અભિયાનની પ્રથમ તસ્વીર કરાઇ રજૂ

વોશિંગ્ટનઃ નાસાનાં એક નવા ગ્રહનાં શોધ અભિયાન તરફથી પહેલી વૈજ્ઞાનિક તસ્વીર મોકલવામાં આવી છે કે જેમાં દક્ષિણી આકાશમાં મોટી સંખ્યામાં…

6 hours ago

સુરત મહાનગરપાલિકા વિરૂદ્ધ લારી-ગલ્લા અને પાથરણાંવાળાઓએ યોજી વિશાળ રેલી

સુરતઃ શહેર મહાનગરપાલિકાની કચેરીએ નાના વેપારીઓ એકઠા થયાં હતાં. લારી-ગલ્લા, પાથરણાંવાળાઓએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. પાલિકાની દબાણની કામગીરીનાં કારણે…

7 hours ago

J&K: પાકિસ્તાની સેનાનું સિઝફાયર ઉલ્લંધન, આંતરરાષ્ટ્રીય બોર્ડરેથી BSF જવાન ગાયબ

જમ્મુ-કશ્મીરઃ આંતરરાષ્ટ્રીય સીમા પર સીમા સુરક્ષા બળ (BSF)નો એક જવાન લાપતા બતાવવામાં આવી રહેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવારનાં રોજ…

7 hours ago

IND-PAK વચ્ચે 18 સપ્ટેમ્બરે હાઇ વોલ્ટેજ મુકાબલો, જાણો કોનું પલ્લું પડશે ભારે…

ન્યૂ દિલ્હીઃ એશિયા કપ 2018ની સૌથી મોટી મેચ આવતી કાલે એટલે કે બુધવારનાં રોજ સાંજે 5 કલાકનાં રોજ દુબઇમાં ભારત-પાકિસ્તાનની…

9 hours ago

ભાજપની સામે તમામ લોકો લડે તે માટે મહેનત કરીશઃ શંકરસિંહ વાઘેલા

ગાંધીનગરઃ સમર્થકો સાથે યોજાયેલી બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. જેમાં તેઓએ રાજનીતિમાં નવી ઇનિંગને લઇ મહત્વની જાહેરાત…

10 hours ago