BSNL ઘટાડ્યા મોબાઇલ ઇન્ટરનેટ રેટ, હવે 36 રૂપિયામાં મેળવો 1GB ડેટા

નવી દિલ્લી: રિલાયન્સ જીયો દ્વારા મળી રહેલી કાંટાની ટક્કરને કારણે સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલે પોતાના 3જી ઇન્ટરનેટ પ્લાનના ભાવમાં ભારે ઘટાડો કર્યો છે. હવે એક સ્પેશિયલ પેક સાથે 1જીબી ડેટા માટે માત્ર 36 રૂપિયા આપવા પડશે.

એક સ્ટેટમેન્ટમાં બીએસએનએલે કહ્યું ભારત સંચાર નિગમ લિમિટેડે બજારમાં ઉપલબ્ધ પોતાના હાલના સ્પેશ્યિલ ટેરિફ વાઉચર પર ચાર ગણો વધારે ડેટા આપવાનો નિર્ણય કર્યો છે. હવે 291 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને ચાર ગણો વધારે 8જીબી ડેટા મળશે, જ્યારે પહેલા આ પ્લાનમાં માત્ર 2જીબી ડેટા મળતો હતો. જ્યારે 78 રૂપિયાના આ પ્લાનમાં બે ગણો 2જીબી ડેટા મળશે.

બીએસએનએલનું કહેવું છે કે આ ઓફર દ્વારા બીએસએનએલ પોતાના ગ્રાહકોને માત્ર 36 રૂપિયામાં 1જીબી ડેટા આપી રહી છે જે હાલના સમયમાં માર્કેટમાં ઉપલબ્ધ સૌથી સસ્તા પ્લાનમાંથી એક છે. બીએસએનએલના ગ્રાહક મોબિલિટી બોર્ડના ડાયરેક્ટર આરકે મિત્તલે કહ્યું, અમે પોતાના મોબાઇલ ગ્રાહકોને સસ્તી મોબાઇલ સેવા આપવા માટે પ્રતિબદ્ધ છીએ. આ ઓફર 6 ફેબ્રૂઆરી, 2017થી સમગ્ર ભારમાં લાગુ થઈ જશે.

You might also like