આનંદો..! આનંદો…! આ કંપની આપી રહી છે 2જીબી ડેટા એકદમ ફ્રી….

એક બાજુ બધી કંપનીઓ નવા વર્ષમાં ગ્રાહકોને આકર્ષવા નવી ઓફર લાવી રહી છે ત્યાં એક કંપની એવી પણ છે જે કોઇપણ ચાર્જ લીધા વિના 2 જીબી ડેટા ફ્રી આપી રહી છે. જો તમે પણ નવા વર્ષમાં ફ્રી ડેટા મેળવવા ઇચ્છતા હો તો ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) તમારા માટે શાનદાર ઓફર લઇને આવ્યું છે. આ કંપનીમાં ફ્રી માં 2જીબી ડેટા આપી રહી છે તો ચાલો જાણીએ શું છે બીએસએનલ ઓફર.

BSNL કંપનીએ આ ઓફર ડિજિટલ ઇન્ડિયા હેઠળ રજૂ કરી છે. આ ઓફર હેઠળ યૂઝર્સને 2 જીબી ડેટા ફ્રી મળશે જેની સમયમર્યાદા 30 દિવસની રહેશે. જો આ માટે કસ્ટમર પાસે 3જી સપોર્ટવાળા સ્માર્ટફોન હોવો જરૂરી છે. જો કે બીએસએનલ કંપનીએ આ નવો પ્લાન નવા સીમકાર્ડ યુઝર્સ માટે છે. જો કે કંપનીએ આ પ્લાન કયા-કયા સર્કિલમાં લાગુ કરવામાં આવ્યો છે તેની જાહેરાત કરી નથી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ કંપનીએ ડીટેલ સાથે 499 રૂપિયાનો ફોન રજૂ કર્યો હતો જેમાં એક અલગ પ્લાનની સુવિધા હતી. આ ફોન ખરીદનાર ગ્રાહકને 1 વર્ષ સુધી ફ્રી કોલિંગ મળતું હતુ. આ ફોનનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે પણ આ ફોન 4જી નથી.

You might also like