339 રૂપિયામાં પ્રતિદિન 2 જીબી ડેટા આપી રહ્યું છે BSNL

0 1

નવી દિલ્હી : રિલાયન્સ જીયો સામે ટક્કર લેવા માટે અત્યાર સુધી ખાનગી કંપનીઓ જ પોતાના કોલિંગ અને ડેટા પ્લાનમાં ઘટાડો કરી રહી હતી. હવે સરકારી ક્ષેત્રની કંપની બીએસએનએલએ પણ જીયો સામે પોતાની ટક્કર વધારતા 399 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે. જેનાં હેઠળ બીએસએનએલ ગ્રાહકોને પ્રત્યેક દિવસ 2 જીબી 3જી ડેટા આપશે અને કંપનીના નેટવર્કમાં અનલિમિટેડ કોલિંગની પણ સુવિધા મળશે.
કંપનીએ ગુરૂવારે જ આ પ્લાન લોન્ચ કર્યો હતો. બીએસએનલ દ્વારા બહાર પડાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આ ઓફર હેઠળ ગ્રાહક અનલિમિટેડ કોલિંગ કરી શકશે. ઉપરાંત 28 દિવસ સુધી પ્રતિદિવસ તેને 2જીબી ડેટા મળતો રહેશે. આ ઓફર 90 દિવસ માટે સીમિત છે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ જીયો 31 માર્ચ સુધી પ્રતિદિવસ 1 જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ આપી રહ્યું છે.

એપ્રીલથી રિલાયન્સ જીયો પ્રાઇમનાં સબસ્ક્રાઇબર્સને 99 રૂપિયાનું રજીસ્ટ્રેશન ફી અને 303 રૂપિયા માસિક રેન્ટલ પર આ સુવિધા મળશે. આ ઓફર 31 માર્ચ 2018 સુધી રહેશે. બીએસએનએલએ નવો પ્લાન લોન્ચ કરતા કહ્યું કે પ્રતિદિવસ 2 જીબી ડેટાની ઓફર ઇન્ડસ્ટ્રીમાં સૌથી શ્રેષ્ઠ છે.

loading...

Leave A Reply

Your email address will not be published.