BSNL નો ધમાકો, અનલિમિટેડ ડેટા-કોલિંગવાળો પ્લાન કર્યો લોન્ચ

ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે બીએસએનલ પોતાના પોસ્ટપેડ ગ્રાહકો માટે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં બીએસએનએલ પોતાના યૂઝર્સ માટે કોઇપણ લિમિટ વગર મતલબ અનલિમિટેડ ડેટા તેમજ અનલિમિટેડ ફ્રી કોલિંગની ઓફર રજૂ કરી છે.

બીએસએનએલ દ્વારા રજૂ કરાયેલા આ પોસ્ટપેઇડ પ્લાનની કિંમત 1595 રૂપિયા છે. આ પ્લાનની વેલિડીટી એક મહિના છે. કંપની દ્વારા મળતી જાણકારી મુજબ જો તમે બીએસએનએલના કસ્ટમર્સ નથી તો આ પ્લાન માટે 500 રૂપિયાની સિક્યોરીટી ડિપોઝીટ કરવી પડશે.

બીએસએનએલના આ પ્લાનના બે ફાયદા છે. પહેલો આ પ્લાનમાં કોઇપણ પ્રકારની ડેઇલી લિમિટ નથી. જો તમે ઇચ્છો તો એક દિવસમાં 1 જીબી ડેટા અથવા 50 જીબી ડેટા પણ વાપરી શકો છો. તમને આ સ્પીડથી જ ઇન્ટરનેટ મળતું રહેશે. બીજુ આ પ્લાન હેઠળ લેન્ડલાઇન નંબર પર પણ અનલિમિટેડ કોલિંગ ફ્રી છે.

બીએસએનલના આ પ્લાનમાં 250 એસએમએસ ફ્રીમાં મળશે. જો કે યૂઝર્સને આમાં થોડી નિરાશા જરૂર થશે. કેમ કે બધી ટેલિકોમ કંપનીઓ પોતાના યૂઝર્સને રોજના 100 ફ્રી એસએમએસની ઓફર કરી રહી છે ત્યારે બીએસએનએલ માત્ર મહીનામાં 250 એસએમએસ ફ્રી આપશે.

You might also like