BSNL માત્ર રૂ. 349 રૂપિયામાં આપશે અનલિમિટેડ ડેટા-કૉલિંગની સુવિધા

જિયો અને બીજી ટેલિકૉમ કંપનીઓને ટક્કર આપવા માટે સરાકારી ટેલિકૉમ કંપની ભારતીય સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. BSNLના આ નવા પ્લાનમાં પ્રીપેડ ગ્રાહકોને અનલિમિટેડ વૉઇસ કૉલિગની સાથે 1GB ડેટા પ્રતિદિવસ આપવામાં આવશે. કંપનીએ આ પેકની કિંમત 349 રૂપિયા છે, જેની વેલિડિટી 54 દિવસોની હશે. આ રીતે ગ્રાહકોને 54GB ડેટા આપવામાં આવશે. જેમાં ગ્રાહકોને વૉઇસ કૉલિંગ સિવાય પ્રતિદિવસ 100SMSની સુવિધા પણ આપવામાં આવશે. BSNLએ આ પહેલા 99 રૂપિયા અને 319 રૂપિયાના 2 પ્લાન પણ લોન્ચ કર્યા હતા.

તમને જણાવી દઇએ કે, આ સિવાય જિયોએ પણ પોતાના ગ્રાહકોને 349 રૂપિયાનો ઑફર કરી રહી છે. જોકે જિયોના પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ વૉઇસ કૉલિંગની સાથે 100SMS સિવાય પ્રિતિદિવસ 1.5 GB ડેટાની સુવિધા આપવામાં આવશે. જિયોના આ પ્લાનને વેલિડિટી 70 દિવસોની રહેશે.

તમને જણાવી દઇએ કે , BSNLએ હજુ સુધી સિલેક્ટેડ સર્કલમાં 4G કનેક્ટિવિટીની સુવિધા આપી રહી છે, એટલા માટે ઘણી વખત ગ્રાહકોને માત્ર 3G ઇન્ટરનેટ સ્પીડ જ મળી રહી છે. આ સિવાય અનલિમિટેડ કૉલિંગ થયા પછી મુંબઇ અને દિલ્હીના સર્કિલ્સમાં નંબર પર જ કરવામાં કરેલા કૉલ્સ પર ચાર્જ લે છે.

You might also like