BSNL લઇને આવી રહ્યું છે ‘લૂંટ લો’ ઓફર, ગ્રાહકોને થશે ફાયદો

સાર્વજનિક ક્ષેત્રની ટેલિકોમ કંપની બીએસએનએલ યૂઝર્સ માટે નવી ઓફર લઇને આવી રહ્યું છે. બીએસએનએલ પોતાના પોસ્ટપેઇડ યૂઝર્સ માટે નવી ઓર ‘લૂંટ લો’ રજૂ કરી રહી છે. આ ઓફર હેઠળ ગ્રાહકોને 60 ટકાની છૂટ અને 500 ટકા વધારાનો ડાટાની સુવિધા આપી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે બીએસએનલે બીજી ટેલિકોમ કંપનીઓને કડી ટક્કર આપવા માટે આ ઓફરની જાહેરાત કરી છે.

શું છે બીએસએનએલનો ‘લૂંટ લો’ ઓફર….
બીએસએનએલના કસ્ટમરને લૂટ લો ઓફર દ્વારા અનેક ફાયદા થશે. જેમાં 225, 325, 525, 725,799, 1,125 અને 1,525 રૂપિયાના પ્લાનમાં લઇ શકશે. આ બધા પ્લાન પોસ્ટપેડ પ્લાન છે. આ બધા પ્લાનમાં યૂઝર્સ હવે વધારાનો ડેટાનો લાભ મેળવી શકશે. આ પ્લાનમાં ક્રમશઃ 500 એમબી, 500 એમબી, 3 જીબી, 7 જીબી, 15 જીબી, 30 જીબી, 60 જીબી અને 90 જીબી ડેટાની સુવિધા મળશે. સાથે જ આ ડેટામાં કોઇપણ પ્રકારની લિમિટ રહેશે નહી. જો કે આપણને સૌ ખબર છે કે બીએસએનએલ હજી સુધી 4જી નેટવર્ક સુવિધાન આપતું નથી, જ્યારે અન્ય ટેલિકોમ કંપની 4જી કનેકશન આપે છે. બીએસએનએલના યૂઝર્સ લૂંટ લો ઓફરનો લાભ 1 નવેમ્બર એટલે કે આજથી ઉઠાવી શકે છે.

You might also like