Jioને ટક્કર આપવા માટે રૂ. 39માં અનલિમિટેડ પ્લાનની સુવિધા આપશે BSNL

સરકારી ટેલિકૉમ કંપની BSNLએ 39 રૂપિયાના અનલિમિટેડ પ્લાન લોન્ચ કરી દીધો છે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કૉલિંગની સુવિધા મળશે. આ પ્લાન કંપનીના પ્રીપેડ યૂઝર્સ માટે છે. તેની ખાસ વાત એ છે કે આ પ્લાનમાં યુઝર રોમિંગમાં પણ અનલિમિટેડ કૉલ કરી શકે છે. આ પ્લાન પહેલા BSNLએ 99 અને 319 રૂપિયાનો પ્લાન પણ લૉન્ચ કર્યો હતો. કંપનીના 39 રૂપિયાના પ્લાનની વેલિડિટી 10 દિવસની છે.

આ સિવાય BSNLએ વધુ એક પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની કિંમત 99 રૂપિયા છે. BSNL 99 Planમાં યૂઝર્સને અનલિમિટેડ કૉલિંગ કરી શકે છે. કંપનીનો આ પ્લાન પ્રીપેડ યૂઝર્સ માટે છે. BSNLએ આ પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગની સુવિધા આપી રહ્યુ છે. જેની વેલિડિટી 26 દિવસોની છે. BSNLના આ પ્લાનમાં યૂઝર્સને મુંબઇ અને દિલ્હી છોડીને ક્યાંય પણ વાત કરી શકો છે. આ સિવાય BSNLએ 118 રૂપિયાનો પ્રીપેડ પ્લાનમાં લોન્ચ કર્યો છે. જેમાં યૂઝર્સને 1GB હાઇસ્પીડ ડેટા મળશે અને અનલિમિટેડ કૉલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. જેની વેલિડિટી 28 દિવસોની છે. આ સાથે જ BSNLના 319 રૂપિયાનો પ્લાન અનલિમિટેડ કૉલિંગની સુવિધા મળી રહી છે. આ પ્લાનની વેલિડિટી 90 દિવસોની છે.

તમને જણાવી દઇએ કે, BSNLએ તાજેતરમાં જ એક બીજો અનલિમિટેડ પ્લાન લોન્ચ કર્યો હતો, આ પ્લાન 349 રૂપિયાનો છે. આ પ્લાનમાં યૂઝરને કોઇ પણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગની સુવિધા મળશે. આ સિવાય યૂઝરને 100SMS પણ મળશે. આ સિવાય હાઇ સ્પીડને પર પ્રતિદિવસ ચાલતા 1GB ડેટા મળશે. ખાસ વાત એ છે કે આ પ્લાનની વેલિડિટી 54 દિવસોની છે,એટલે કે યૂઝરને આ પ્લાનમાં કુલ 54GB ડેટા મળશે. તમને જણાવી દઇએ કે, BSNL પાસે અત્યારે માત્ર 3G સર્વિસ છે.

You might also like