BSNLનો ધમાકેદાર પ્લાન ફ્રી મળે છે ડેટા, ઉઠવો લાભ

ગ્રાહકોને ખુશ રાખવા માટે BSNL દ્વારા એક નવુ પ્લાન લાવવામાં આવ્યું છે. જેની હેઠળ ગ્રાહકને મફતમાં ડેટા, કોલની સુવિધા આપવામાં આવશે. BSNLએ તેના ગ્રાહકો માટે લેન્ડલાઇન અને બ્રોડબેન્ડ લગાવામાં આવતો ચાર્જ એક વર્ષ માટે ફ્રિ કરવામા આવ્યો છે. BSNL દ્વારા એક વર્ષના અંત સુધીમાં ઉત્તરાખંડમાં 60 જેટલા સ્થળો પર વાઇ-ફાઇની સેવા આપવામાં આવશે. પહેલા તબ્બકે રાજધાનીના સાત અને પ્રદેશના 20 સ્થળો પર આ સેવા શરૂ કરવામાં આવી છે.

BSNLના સીજીએમ મહેક સિંહે કહ્યું કે, દહેરાદૂનમાં સાત, અલ્મોડા, હરિદ્વાર અને શ્રીનગરના ગઢવાલમાં ત્રણ -ત્રણ, નૈનીતાલના ટિહરી ગઢવાલમાં આઠ-આઠ, નૈનીતાલમાં છ અને હરિદ્વારમાં પાચ-પાચ સ્થળો પર વાઇ-ફાઇ લગાવાનું કામ ચાલી રહ્યું છે. આ સર્વિસના કારણે બીએસએનેલની ઇન્ટનેટ સેવાનો લાભ લઇ શકશે. શરૂઆતમાં 100 એમબીએ ડેટાનો ઉપયોગ ફ્રી કરી શકાય છે, ત્યાર બાદ રિચાર્જ કરાવું પડશે.

આશરે સાત હજાર બ્રોડબેન્ડ કનેકશન અજાણ વાઇરસના કારણે ખરાબ થઇ ગયા હતા. તેમાંથી મોટા ભાગના મોડમ રિકંફિગર કરી દેવામાં આવ્યા છે. હાલમાં જે ફરિયાદ મળી રહી છે, તેમનો પણ હલ કરવામાં આવી રહ્યું છે. કંપનીનું જણાવ્યું છે કે આ વાયરસ હેકિંગના કારણે થયો હતો. તેના સંબંધમાં સ્પષ્ટ કહી ના શકાય.

મહેક સિંહે વધુમાં જણાવ્યું કે, કુલ 13 લાખમાંથી 1.63 લાખ ગ્રાહકોની ઇકેવાઇસી કરવામાં આવી છે. જ્યારે લેન્ડલાઇન પર ગામો અને શહેરોમાં આપવામાં આવી રહેલી ફ્રી કોલની સંખ્યા વધારવામાં આવી છે.

You might also like