BSNL કંપનીએ કર્યો ધમાકો, એરટેલ અને જીયોને આપી ટક્કર

ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝમાં ચાલી રહેલી વોઇસ કોલ અને ડેટા હરીફાઇમાં બીએસએનલ કંપનીએ પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે નવા પ્લાનની જાહેરાત કરી છે. ગ્રાહકોને આ પ્લાન 999 રૂપિયામાં જ પડશે. આ પ્લાનને જિયો અને એરટેલ, વોડાફોન જેવી ટેલિકોમ કંપનીઓને ટક્કર આપવા લોન્ચ કરવામાં આવ્યો છે.

બીએસએનએલનો નવો મેક્સિમમ પ્લાન નોર્થ-ઇસ્ટ ઇન્ડિયા, જમ્મૂ અને કાશ્મીર અને અસામ સિવાય દરેક સર્કલમાં ઉપલબ્ધ થશે. આ પ્લાનમાં ફ્રી અને અનલિમિટેડ ડેટા સાથે ફ્રી વોઇસ કોલ બેનેફિટ અને એસએમએસ મળશે.

આ પ્લાન 365 દિવસ એટલે કે એક વર્ષની વેલિડેટી સાથે મળશે. જો કે ટેરિફમાં રીચાર્જ બાદ પ્રારંભના 181 દિવસ બાદ બદલાવ થાય છે. બીએસએનલ અનલિમિટેડ ફ્રી ડેટાની સુવિધા સાથે 1 જીબી પ્રતિ દિવસ સાથે આપવામાં આવી રહ્યો છે.

દિલ્હી અને મુંબઇને છોડીને સભી સર્કલમાં લોકલ, એસટીડી અને રોમિંગ કોલ્સ ફ્રી છે. મુંબઇ અને દિલ્હીના ગ્રાહકોને વોઇસ કોલ્સ 60 પૈસા પ્રતિ મિનિટ પર મળશે.

181 દિવસ બાદ ટેરિફમાંબદલાવ થશે. દરેક ઓન-નેટ અને ઓફ-નેટ કોલ્સ માટે 60 પૈસા પ્રતિ મિનિટનો ચાર્જ લાગશે.

You might also like