BSFમાં પડી છે ભરતી, 10 પાસ કરી શકે છે APPLY

સીમા સુરક્ષા દળમાં કોન્સ્ટેબલની જગ્યા પર ભરતી માટે અરજી મગાવામાં આવી છે. આ ભરતીમાં 207 ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. જો તમે અરજી કરવા ઇચ્છતા હો તો 22 જુલાઇ પહેલા કરી શકો છો. આ ભરતી માટેની જાણકારી અહી આપવામાં આવી છે.

જગ્યા : ભરતીમાં પસંદગી પામનાર કોન્સ્ટેબલ ટેકનિકલ વર્ગના હશે.

પગાર : પસંદગી પામનાર ઉમેદવારને 21,700 થી 69,100 રૂપિયા મળશે

જગ્યા : આ ભરતીમાં વેલ્ડર, કારપેન્ટર, સ્ટોર કિપર, પેન્ટર, ફિટર, ઇલેકટ્રિશયન વગેરેનો સમાવેશ

યોગ્યતા : આ જગ્યા માટે ઉમેદવાર 10 ધોરણ પાસતેમજ સંબંધિત વિષયમાં આઇટીઆઇ પાસ હોવા જરૂરી છે. જેના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

અરજી ફી : ઉમેદવારોએ અરજી માટે કોઇ ફીની ચૂકવણી કરવાની નથી.

કેવી રીતે કરશો અરજી : આ જગ્યા માટે ઉમેદવારોએ પોતાના બધા દસ્તાવેજ અરજીપત્રક સાથે નક્કી કરેલા સ્થળ પર મોકલવાનાં રહેશે.

પસંદગી પ્રક્રિયા : ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુંના આધારે કરવામાં આવશે.

You might also like