J-K: પાકિસ્તાનના ફાયરિંગથી BSFનો જવાન શહિદ, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

જમ્મૂ કશ્મીરઃ પાકિસ્તાનને ફરી એક વખત સિઝફાયરનું ઉલ્લધન કર્યું છે. જમ્મૂની 20થી વધારે ચોકિઓને નિશાન બનાવી છે. પાકિસ્તાનની આ ગોળીબારીમાં એક બીએસએફ જવાન શહિદ થયો છે. બીએસએફ દ્વારા તેનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે.
બોર્ડર પર પાકિસ્તાની રેન્જની ચોકિયોને નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. કેટલાક ઘર પણ સળગ્યા છે. પાકિસ્તાનની નાગરીકો ભયમાં જીવી રહ્યાં છે. બીએસએફએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે પાંચ ગણી તાકાતથી હુમલો કર્યો છે.

આ પહેલાં સીઝફાયરના ઉલ્લંધનને પગવે આરએસપુરા સેક્ટરના સાંગવાલ પોસ્ટ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સુશીલ કુમારને ગોળી વાગી હતી. જમ્મુની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ત્યારે ગઇ કાલે મોડી રાત્રે તેમનું મૃત્યુ થયું છે. ફાયરિંગમાં બે સ્થાનિક નાગરીક અને બીએસએફનો અન્ય એક જવાન પણ ઇજાગ્રસ્ત થયો છે.
ગઇ કાલે રાત્રે જમ્મૂના આર.એસ. પુરા, પુલવામા, પર્ગવામા, પર્ગવાલ અને અનખૂર સેક્ટરમાં 20થી વધારે બીએસએફ પોસ્ટ અને ગામોમાં ફાયરિંગ કર્યું હતું. જોકે ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો.

હુમલામાં શહિદ થયેલા સુશીલ કુમાર હરિયાણાના કુરૂક્ષેત્ર વિસ્તારના રહેવાસી છે. ફાયરિંગ દરમ્યાન છાતીની ઉપરના ભાગમાં ગોળી વાગી હતી. જ્યારે શરીરના અન્ય ભાગોમાં પણ ગંભીર ઇજાઓ થઇ હતી. આજે તેમનું પોસ્ટમોર્ટમ થશે, ત્યાર બાદ તેમને આખરી સલામી આપવામાં આવશે.

You might also like