BSFમાં પડી છે કોન્સ્ટેબલ-સબ ઇન્સપેકટરની Vacancy, જલ્દી કરો APPLY

સીમા સુરક્ષા દળ (BSF) દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સપેકટરની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી દ્વારા 168 યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. દરેક પદને અનુસાર તેની યોગ્યતા અને પે-સ્કેલ નક્કી કરવામાં આવ્યાં છે. જો તમે પણ આ ભરતની અરજી માટે યોગ્ય હોય તો અંતિમ તારીખ પહેલા અરજી કરી શકો છો.

કોન્સ્ટેબલ ભરતી
બીએસએફ દ્વારા 65 કોન્સ્ટેબલની જગ્યા માટે અરજી મગાવામાં આવી છે. જેમાં 30 જનરેટ ઓપરેટર, 12 જનરેટર મેકનિક અને 23 લાઇનમેનનો સમાવેશ થાય છે. પસંદગી પામે ઉમેદવારને 21,700 થી 69,100 રૂપિયા પગાર મળશે. અરજી કરનાર ઉમેદવાર આઇટીઆઇ કરેલ આવશ્યક છે અને સંબંધિત કામકાજની જાણકારી હોવી જોઇએ.

અરજી કરવા માટે જનરલ વર્ગ અને ઓબીસી વર્ગના ઉમેદવારે 100 રૂપિયાની ફી જમા કરવાની રહેશે. જ્યારે અન્ય જાતિના ઉમેદવારે કોઇ ફી જમા કરવાની નથી. અરજી કરવાની અંતિમ તારીખ 1 ઓક્ટોબર છે.

સબ ઇન્સપેકટરની ભરતી
બીએસએફ સબ ઇન્સપેક્ટર પદ માટે 103 ઉમેદવારની પસંદગી કરશે. પસંદગી પામેલ ઉમેદવારને 35,400થી 1,12,400 રૂપિયા મળશે. અરજી કરનાર ઉમેદવારો સિવિલ એન્જીનિયરીંગમાં ડિપ્લોમાં કરેલા હોવા જોઇએ. જ્યારે 30 વર્ષ સુધીના ઉમેદવાર જ અરજી કરી શકશે.

You might also like