IT શેર વધુ તૂટ્યાઃ ઈન્ફોસિસ એક ટકાના ઘટાડે ખૂલ્યો

અમદાવાદ: ગઇ કાલે સેન્સેક્સમાં ૨૫૭ પોઇન્ટના ઘટાડા બાદ આજે શેરબજાર ઘટાડે ખૂલ્યું હતું. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૬૧ પોઇન્ટના ઘટાડે ૨૬,૭૦૧, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૪ પોઇન્ટના ઘટાડે ૮૧૮૮ પોઇન્ટની સપાટીએ ખૂલી હતી.  ખાસ કરીને આઇટી સ્ટોક્સમાં આજે પણ ઘટાડો ચાલુ રહેલો જોવાયો હતો. ઇન્ફોસિસ કંપનીના શેરમાં આજે વધુ એક ટકાનો ઘટાડો નોંધાયો હતો.

બેન્ક, ઓટો, ફાર્માસ્યુટિકલ સેક્ટરના શેરમાં પણ નરમાઇની ચાલ નોંધાઇ છે. ડો. રેડ્ડીઝ લેબ્સ કંપનીના શેરમાં ૦.૫૮ ટકા, જ્યારે આઇસીઆઇસીઆઇ બેન્કના શેરમાં ૦.૪૯ ટકાનો ઘટાડો નોંધાયો છે. તો બીજી બાજુ ભેલ કંપનીના શેરમાં ૧.૪૦ ટકા અને એનટીપીસી કંપનીના શેરમાં ૦.૯૩ ટકાથી ૧.૪૦ ટકાનો સુધારો નોંધાયો છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વિદેશી રોકાણકારો દ્વારા પાછલાં દિવસોમાં જે બાઇંગ જોવાયું હતું તે અટક્યું છે તથા એફઆઇઆઇનો મૂડ બદલાયો છે. આગામી સપ્તાહે ફેડરલ બેઠક તથા બ્રેક્ઝિટના ઇશ્યૂને લઇને બજારમાં સાવધાનીપૂર્વકની ચાલ જોવાઇ રહી છે.  એટલું જ નહીં વૈશ્વિક બજારોમાં પણ વોલેટાલિટી વધી છે તેની અસર સ્થાનિક બજારમાં જોવાઇ છે.

આઇટી શેરમાં ગાબડાં
ઇન્ફોસિસ          ૧.૦૦ ટકા
ટીસીએસ           ૦.૩૯ ટકા
માઇન્ડ ટ્રી          ૦.૨૧ ટકા
માસ્ટેક               ૦.૨૪ ટકા

આ શેરમાં સુધારો નોંધાયો
ભેલ                     ૧.૪૦ ટકા
અદાણી પોર્ટ        ૦.૯૭ ટકા
એનટીપીસી         ૦.૯૩ ટકા
સિપ્લા                 ૦.૮૯ ટકા
ગેઈલ                  ૦.૬૩ ટકા
લ્યુપિન                ૦.૫૮ ટકા
ઓએનજીસી         ૦.૫૦ ટકા

You might also like