IT શેર પ્રેશરમાંઃ શેરબજાર સાધારણ સુધારે ખૂલ્યું

અમદાવાદ: ગઇ કાલે શેરબજારમાં ૩૪૯ પોઇન્ટનો કડાકો બોલાઇ ગયા બાદ આજે પણ શરૂઆતે શેરબજારમાં શુષ્ક ચાલ નોંધાતી જોવા મળી હતી, જોકે તુરત જ નીચા મથાળે લેવાલી જોવા મળતાં સાધારણ સકારાત્મક ચાલ જોવાઇ હતી. બીએસઇ સેન્સેક્સ ૨૫.૭૨ પોઇન્ટના સુધારે ૨૭,૫૫૨.૯૪, જ્યારે એનએસઇ નિફ્ટી ૮.૧૦ પોઇન્ટના સુધારે ૮,૫૨૨.૧૦ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ખાસ કરીને આઇટી શેર પ્રેશરમાં જોવા મળ્યા હતા.

વિપ્રો કંપનીના શેરમાં ૦.૫૭ ટકા, જ્યારે ઇન્ફોસિસ કંપનીના શેરમાં ૦.૩૨ ટકા ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો. એ જ પ્રમાણે ઓએનજીસી, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારતી એરટેલ, ગેઇલ કંપનીના શેરમાં બે ટકા સુધીનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો તો બીજી બાજુ આઇસીઆઇસીઆઇ બેન્ક, સિપ્લા અને ટાટા સ્ટીલ કંપનીના શેરમાં ૦.૮૮ ટકાથી એક ટકા સુધીનો સુધારો નોંધાતો જોવાયો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાનો માહોલ પ્રવર્તી રહ્યો છે ત્યારે સ્થાનિક બજાર ઉપર પણ તેનું પ્રેશર જોવા મળી રહ્યું છે, જેના પગલે શેરબજારનો અંડરટોન પ્રેશરમાં છે.

એક સપ્તાહમાં આઈટી શેર તૂટ્યા
ટીસીએસ – ૩.૯૮ ટકા
ઈન્ફોસિસ – ૩.૬૬ ટકા
વિપ્રો – ૩.૬૦ ટકા
માઈન્ડ ટ્રી – ૩.૭૬ ટકા

You might also like