BSE લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ રેકોર્ડ સ્તરે

મુંબઇ: શેરબજાર ગઇ કાલે રેકોર્ડ સ્તરે બંધ જોવા મળ્યું છે. છેલ્લે બીએસઇ સેન્સેક્સ ૩૧ પોઇન્ટના સુધારે ૩૧,૭૪૭, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૫ પોઇન્ટના સુધારે ૯૮૦૦ પોઇન્ટની નજીક ૯૭૮૬ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઇ છે, જેના પગલે લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપિટલમાં પણ વધારો નોંધાયો છે. એક્સચેન્જના પ્રાપ્ત ડેટા મુજબ માર્કેટ કેપ વધીને રેકોર્ડ ૧૩૦ લાખ કરોડના સ્તરે પહોંચી ગઇ હતી, જોકે શેરબજારમાં ઘટાડાના પગલે છેલ્લે માર્કેટ કેપ ઘટીને રૂ. ૧,૨૯,૨૯,૭૮૭ કરોડની સપાટીએ બંધ જોવાઇ હતી.

પ્રાપ્ત ડેટા મુજબ બીએસઇમાં ૫૨૦૦ કંપનીઓ લિસ્ટેડ છે, જેમાંથી ૨૮૭૮ કંપનીઓ ટ્રેડિંગમાં વધુ સક્રિય છે. ગઇ કાલે ૩૦ કંપનીઓનો સેન્સેક્સ એક સમયે ઇન્ટ્રા ડે ટ્રેડિંગમાં રેકોર્ડ ૩૧,૮૮૫ના સ્તરે ગયો હતો, જોકે છેલ્લે ૩૧,૭૪૭ના મથાળે બંધ જોવાયો હતો.
http://sambhaavnews.com/

You might also like