BSE અને NSEમાં કોમોડિટી ટ્રેડિંગ શરૂ થશે

મુંબઇ: બીએસઇ અને એનએસઇમાં ઇક્વિટી ટ્રેડિંગની સાથેસાથે કોમોડિટી ટ્રેડિંગ પણ થઇ શકશે. સેબી ટૂંક સમયમાં આ અંગેનો નિર્ણય લઇ શકે છે. રમેશ ચાંદ કમિટીની ભલામણોના આધારે નિર્ણય લેવાની સંભાવના છે.
રમેશ ચાંદ કમિટીની ભલામણોના આધારે બીએસઇ અને એનએસઇ પર આગામી છથી આઠ સપ્તાહમાં કોમોડિટીમાં ઇન્ડેક્સ ફ્યુચર શરૂ થવાની સાતેસાથે ઓપ્શન પ્રોડક્ટને પણ મંજૂરી મળી શકે છે.
એટલું જ નહીં સેબી કોમોડિટી બજારમાં વધતી જતી સટ્ટાકીય પ્રવૃત્તિ રોકવા પણ વધુ સખત પગલાં ભરી શકે છે. દરમિયાન કોમોડિટી બજારમાં રોકાણકારો કારોબાર કરવા આગળ આવે તે માટે રાહત પણ અપાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે એનએસડીએલના બહાર આવેલા કોમોડિટી કૌભાંડ બાદ ફોરવર્ડ માર્કેટ કમિશનની નિષ્ફળતા બાદ એફએમસીને સેબીમાં ભેળવી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ સેબી કોમોડિટી બજારના નિયમનનું કામ કરે છે.

You might also like