BRTS કોરિડોરની ૮૦થી વધુ AMTS બસમાં ખુદાબક્ષોનું ચેકિંગ જ થતું નથી

અમદાવાદ: એએમટીએસના સત્તાવાળાઓએ ટ્રાફિક જામની સમસ્યાના નિરાકારણ માટે બીઆરટીએસ કોરિડોરમાંથી વધુને વધુ એએમટીએસની બસ દોડતી કરવાનો અભિગમ અપનાવ્યો છે. આમ તો તંત્ર દ્વારા લાંબા સમયથી એએમટીએસ અને બીઆરટીએસને સાંકળતા અર્બન ટ્રાન્સપોર્ટનાં ગાણાં ગવાઇ રહ્યાં છે.

પરંતુ તે દિશામાં આ પ્રકારના અધકચરા પ્રયોગ કરીને ઉતારુઓને મુશ્કેલીમાં મૂકી દેવાય છે. બીજી તરફ ખોટની જંગી ખાઇમાં ધકેલાયેલી એએમટીએસ સંસ્થા બીઆરટીએસ કોરિડોરમાં દોડતી ૮૦થી વધુ એએમટીએસની બસનું ચેકિંગ કરાતું ન હોઇ વધુને વધુ ખોટ કરતી થઇ છે.

તાજેતરમાં એએમટીએસના સત્તાવાળાઓએ સંસ્થાની શેડ્યૂલ પરની જુદી જુદી કેટેગરીની કુલ ૯ર૬ ખાલી જગ્યા પૈકી ટ્રાન્સપોર્ટ મેનેજર વર્કસ મેનેજર ચીફ એકાઉન્ટન્ટ, ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ અને ઇન્કવાયરી ઓફિસ એમ કુલ પાંચ જગ્યાને બાકી રાખીને અન્ય કુલ ૯ર૧ જગ્યાને શેડ્યૂલ પરથી રદ કરવાની તેમજ વર્ગ ત્રણ અને વર્ગ ચારમાં ૯-૧૮-ર૭ અને ૧ર-ર૪ અન્વયે અપાતાં પ્રમોશન સમયે નીચલી કેટેગરીની જગ્યા આપોઆપ રદ કરવાની ઠરાવ ગત તા તા.રપ એપ્રિલ ર૦૧રએ મળેલી ટ્રાન્સપોર્ટ કમિટીએ કરીને ભારે વિવાદ સજર્યો છે. બીજી તરફ સંસ્થાની માલિકીની બસ ચલાવવાને બદલે ખાનગી ઓપરેટરોને તંત્ર લાડ લડાવીને ખોટને ત્રણ ગણી કરી રહ્યું છે. આ પણ તંત્રની વિવાદાસ્પદ કામગીરી છે.

You might also like