Categories: Gujarat

સાળાએ બારી ખોલતાં જ બનેવીએ ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું

અમદાવાદ: છેલ્લા એક અઠવાડિયાથી શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે વધુ એક હત્યાની ઘટના પૂર્વ વિસ્તારમાં બનતાં ચકચાર મચી ગઇ છે. વટવા નારોલ વિસ્તારમાં સ્ટોનમેન કિલરે અજાણ્યા યુવકનું પથ્થર વડે મોઢું છૂંદીને હત્યા કરવાના કિસ્સાને હજુ ૨૪ કલાક પૂરા થયા નથી ત્યારે મોડી રાતે વટવા વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં બનેવીએ સાળા પર પોઇન્ટ રેન્જ બ્લેન્કથી ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

વટવા વિસ્તારમાં આવેલ નવાપુરા યાકુબભાઇના ખેતરમાં રહેતા અબ્દુલ સુભાન અબ્દુલ સત્તાર સૈયદે મોડી રાતે તેના સાળા મકસુદઅલી મહંમદઅલી સૈયદ (રહે. સાંઇબાબા સોસાયટી, ગોલ્ડન સિનેમા પાસે, વટવા)ની પોઇન્ટ રેન્જ બ્લેન્કથી ફાયરિંગ કરીને ઘાતકી હત્યા કરી નાખી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર અબ્દુલ સુભાન ગેરેજનો ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો, જોકે છેલ્લા ઘણા સમયથી ગેરેજ બંધ થઇ જતાં અબ્દુલ સુભાન બેકાર ઘરે બેઠો હતો. આ મામલે અબ્દુલ સુભાન અને તેની પત્ની જક્યુનનીશા વચ્ચે બોલાચાલી થતી હતી.

જેના કારણે ૧૫ દિવસ પહેલાં જક્યુનનીશા તેના પુત્ર અબ્દુલ તૌફિકને લઇને તેના ભાઇ મકસુદઅલી સૈયદના ઘરે આવી ગઇ હતી. આ મામલે અબ્દુલ સુભાન અને તેના સાળા મકસુદઅલી વચ્ચે અવારનવાર તકરાર ચાલતી હતી. પત્નીને ઘરે લઇ જવા માટે અબ્દુલ સુભાન મકસુદઅલીને અવારનવાર ફોન કર્યા હતા અને તે ધમકીઓ આપતો હતો. મકસુદઅલીએ પોતાની બહેન અને ભાણેજને બનેવી અબ્દુલ સુભાન સાથે મોકલવાનો ઇન્કાર કરી દીધો હતો. અબ્દુલ સુભાને તેના સાળાનું ઢીમ ઢાળી દેવા માટેનું કાવતરું ઘડી નાખ્યું હતું, જેમાં તેણે એક રિવોલ્વરનો બંદોબસ્ત પણ કરી દીધો હતો.

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર મોડી રાતે દોઢ વાગ્યાની આસપાસ અબ્દુલ સુભાન પોતાનું બાઇક લઇને સાંઇબાબા સોસાયટીમાં રહેતા તેના સાળા મકસુદઅલીના ઘરે ગયો હતો, જ્યાં તેેને પહેલાં રિવોલ્વર લોડ કરી હતી અને પછી મકાનનો દરવાજો ખખડાવ્યો હતો. મકસુદઅલી મુજાવર હોવાથી કોઇ ધાર્મિક કામ માટે આવ્યું હોવાનું સમજીને તેણે બારી ખોલી હતી. જ્યાં અબ્દુલ સુભાને રિવોલ્વર કાઢીને મકસુદઅલીની છાતીમાં પોઇન્ટ રેન્જ બ્લેન્કથી ગોળી મારી હતી. ફાયરિંગની આ ઘટનાથી સોસાયટીમાં બૂમાબૂમ મચી ગઇ હતી
અને સ્થાનિકો દોડીને મકસુદઅલીના ઘરે આવ્યા હતા.

ઘટનાની જાણ પોલીસને થતાં ઉચ્ચ અધિકારીઓ સહિત વટવા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મકસુદઅલીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ મામલે મકસુદઅલીના પુત્ર મુજફફરઅલીએ તેમના ફુવા અબ્દુલ સુભાન વિરુદ્ધમાં હત્યાની ફરિયાદ કરી છે. પોલીસ અબ્દુલ સુભાનની ધરપકડ કરવા માટે ચક્ર ગતિમાન કર્યાં છે ત્યારે ફાયરિંગ કયા હથિયારથી થયું છે તે જાણવા માટે પોલીસે એફએસએલની મદદ લીધી છે.

ગુનાખોરી રોકવા માટે અને ગુનેગારોને પોલીસ મોડી રાતે પેટ્રોલિંગ કરતી હોય છે ત્યારે કેટલીક શંકાસ્પદ વ્યકિતઓની ધરપકડ પણ કરતી હોય છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યાનો સિલસિલો યથાવત્ રહેતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. છેલ્લા એક અઠવાડિયામાં પૂર્વ વિસ્તારમાં ૬ હત્યાના બનાવ બન્યા છે

૧૦૮ સમયસર નહીં આવતાં મકસુદઅલીને લોહીથી લથપથ હાલતમાં બાઇક પર લઇ ગયા, મકસુદઅલીને છાતીના ભાગે ગોળી વાગી ત્યારે તેમના પુત્ર મુજફફરઅલીએ ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરી હતી જોકે સમયસર એમ્બ્યુલન્સ નહીં આવતાં મુજફફરઅલી તેમના પિતાને લોહીથી લથપથ હાલતમાં બાઇક પર બેસાડીને હોસ્પિટલ લઇ જવા નીકળ્યો હતો. લગભગ એક કિલોમીટર સુધી મકસુદઅલીને બાઇક પર લઇ ગયા હતા. ૧૦૮ વટવા બીબી તળાવ પાસે આવી ત્યારે મુજફફરઅલીએ તેમના પિતાને ૧૦૮ના હવાલે કર્યા હતા.

અમદાવાદ, મંગળવાર
છેલ્લા એક અઠવાડિયાથી શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે વધુ એક હત્યાની ઘટના પૂર્વ વિસ્તારમાં બનતાં ચકચાર મચી ગઇ છે. વટવા નારોલ વિસ્તારમાં સ્ટોનમેન કિલરે અજાણ્યા યુવકનું પથ્થર વડે મોઢું છૂંદીને હત્યા કરવાના કિસ્સાને હજુ ૨૪ કલાક પૂરા થયા નથી ત્યારે મોડી રાતે વટવા વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં બનેવીએ સાળા પર પોઇન્ટ રેન્જ બ્લેન્કથી ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

વટવા વિસ્તારમાં આવેલ નવાપુરા યાકુબભાઇના ખેતરમાં રહેતા અબ્દુલ સુભાન અબ્દુલ સત્તાર સૈયદે મોડી રાતે તેના સાળા મકસુદઅલી મહંમદઅલી સૈયદ (રહે. સાંઇબાબા સોસાયટી, ગોલ્ડન સિનેમા પાસે, વટવા)ની પોઇન્ટ રેન્જ બ્લેન્કથી ફાયરિંગ કરીને ઘાતકી હત્યા કરી નાખી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર અબ્દુલ સુભાન ગેરેજનો ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો, જોકે છેલ્લા ઘણા સમયથી ગેરેજ બંધ થઇ જતાં અબ્દુલ સુભાન બેકાર ઘરે બેઠો હતો. આ મામલે અબ્દુલ સુભાન અને તેની પત્ની જક્યુનનીશા વચ્ચે બોલાચાલી થતી હતી.

જેના કારણે ૧૫ દિવસ પહેલાં જક્યુનનીશા તેના પુત્ર અબ્દુલ તૌફિકને લઇને તેના ભાઇ મકસુદઅલી સૈયદના ઘરે આવી ગઇ હતી. આ મામલે અબ્દુલ સુભાન અને તેના સાળા મકસુદઅલી વચ્ચે અવારનવાર તકરાર ચાલતી હતી. પત્નીને ઘરે લઇ જવા માટે અબ્દુલ સુભાન મકસુદઅલીને અવારનવાર ફોન કર્યા હતા અને તે ધમકીઓ આપતો હતો. મકસુદઅલીએ પોતાની બહેન અને ભાણેજને બનેવી અબ્દુલ સુભાન સાથે મોકલવાનો ઇન્કાર કરી દીધો હતો. અબ્દુલ સુભાને તેના સાળાનું ઢીમ ઢાળી દેવા માટેનું કાવતરું ઘડી નાખ્યું હતું, જેમાં તેણે એક રિવોલ્વરનો બંદોબસ્ત પણ કરી દીધો હતો.
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર મોડી રાતે દોઢ વાગ્યાની આસપાસ અબ્દુલ સુભાન પોતાનું બાઇક લઇને સાંઇબાબા સોસાયટીમાં રહેતા તેના સાળા મકસુદઅલીના ઘરે ગયો હતો, જ્યાં તેેને પહેલાં રિવોલ્વર લોડ કરી હતી અને પછી મકાનનો દરવાજો ખખડાવ્યો હતો. મકસુદઅલી મુજાવર હોવાથી કોઇ ધાર્મિક કામ માટે આવ્યું હોવાનું સમજીને તેણે બારી ખોલી હતી. જ્યાં અબ્દુલ સુભાને રિવોલ્વર કાઢીને મકસુદઅલીની છાતીમાં પોઇન્ટ રેન્જ બ્લેન્કથી ગોળી મારી હતી. ફાયરિંગની આ ઘટનાથી સોસાયટીમાં બૂમાબૂમ મચી ગઇ હતી
અને સ્થાનિકો દોડીને મકસુદઅલીના ઘરે આવ્યા હતા.

ઘટનાની જાણ પોલીસને થતાં ઉચ્ચ અધિકારીઓ સહિત વટવા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મકસુદઅલીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ મામલે મકસુદઅલીના પુત્ર મુજફફરઅલીએ તેમના ફુવા અબ્દુલ સુભાન વિરુદ્ધમાં હત્યાની ફરિયાદ કરી છે. પોલીસ અબ્દુલ સુભાનની ધરપકડ કરવા માટે ચક્ર ગતિમાન કર્યાં છે ત્યારે ફાયરિંગ કયા હથિયારથી થયું છે તે જાણવા માટે પોલીસે એફએસએલની મદદ લીધી છે.

ગુનાખોરી રોકવા માટે અને ગુનેગારોને પોલીસ મોડી રાતે પેટ્રોલિંગ કરતી હોય છે ત્યારે કેટલીક શંકાસ્પદ વ્યકિતઓની ધરપકડ પણ કરતી હોય છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યાનો સિલસિલો યથાવત્ રહેતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. છેલ્લા એક અઠવાડિયામાં પૂર્વ વિસ્તારમાં ૬ હત્યાના બનાવ બન્યા છે

૧૦૮ સમયસર નહીં આવતાં મકસુદઅલીને લોહીથી લથપથ હાલતમાં બાઇક પર લઇ ગયા, મકસુદઅલીને છાતીના ભાગે ગોળી વાગી ત્યારે તેમના પુત્ર મુજફફરઅલીએ ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરી હતી જોકે સમયસર એમ્બ્યુલન્સ નહીં આવતાં મુજફફરઅલી તેમના પિતાને લોહીથી લથપથ હાલતમાં બાઇક પર બેસાડીને હોસ્પિટલ લઇ જવા નીકળ્યો હતો. લગભગ એક કિલોમીટર સુધી મકસુદઅલીને બાઇક પર લઇ ગયા હતા. ૧૦૮ વટવા બીબી તળાવ પાસે આવી ત્યારે મુજફફરઅલીએ તેમના પિતાને ૧૦૮ના હવાલે કર્યા હતા.

એક અઠવાડિયામાં હત્યાના બનાવ
૨૪ સપ્ટેમ્બરઃ ઓઢવ લકઝરી બસમાં ઘૂસીને રવીન્દ્રનાથ સિંધની હત્યા, ત્રણ ઘાયલ
૨૬ સપ્ટેમ્બરઃ નરોડામાં ટ્રેકટરના ફેરા બાબતે પૂનમ નામના યુવકની હત્યા, એક ઘાયલ
૨૯ સપ્ટેમ્બરઃ વસ્ત્રાલમાં જૂની અદાવત રાખીને પરશુરામ પટેલની હત્યા, એક ઘાયલ
૩૦ સપ્ટેમ્બરઃ બાપુનગરમાં બુટલેગરોએ હિસ્ટ્રિશિટર કિસ્મતસિંહની હત્યા
૨ ઓક્ટોબરઃ વટવા-નારોલ એક અજાણ્યા યુવકની માથામાં પથ્થર વડે હુમલો કરીને હત્યા

divyesh

Recent Posts

OMG! 111 વર્ષના આ દાદા હજુયે જાય છે રોજ જિમમાં

અમેરિકાના કૅલિફોર્નિયામાં રહેતા હેન્રીદાદાની ઉંમર ૧૧૧ વર્ષ છે અને તેઓ આ ઉંમરે પણ સ્થાનિક જિમમાં જઇને વર્કઆઉટ કરે છે. જે…

48 mins ago

ટીમ India માટે જીત બની ચેતવણીઃ ચેમ્પિયન્સ ટ્રોફીની કહાણીનું પુનરાવર્તન તો નહીં થાય ને?

દુબઈઃ એશિયા કપના સૌથી મોટા મુકાબલામાં ભારતે ગઈ કાલે પાકિસ્તાનને આસાનીથી હરાવી દીધું. એશિયા કપમાં એમ પણ પાકિસ્તાન સામે ટીમ…

55 mins ago

લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા પાણીપૂરીવાળાને માત્ર મામૂલી દંડની સજા

અમદાવાદ: મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા મંગળવારે અચાનક પાણીપૂરીના ધંધાર્થીઓ પર દરોડા પડાયા હતા. આ કામગીરી હેઠળ ૧રપ પાણીપૂરીવાળાના એકમોમાં તપાસ કરીને…

1 hour ago

વધુ બે અમદાવાદી બેન્કના નામે ફોન કરતી ટોળકીની જાળમાં ફસાયા

અમદાવાદ: ક્રે‌ડિટકાર્ડની ‌લિમિટ વધારાવી છે, ક્રે‌ડિટકાર્ડને અપગ્રેડ કરવું છે, કાર્ડ બ્લોક થઇ જશે જેવી અનેક વાતો કરીને ક્રે‌ડિટકાર્ડધારકો પાસેથી ઓટીપી…

1 hour ago

શહેરનાં 2236 મકાન પર કાયમી ‘હેરિટેજ પ્લેટ’ લાગશેઃ ડિઝાઇન તૈયાર

અમદાવાદ: મુંબઇ, દિલ્હી જેવાં દેશનાં આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ શહેરોને પછાડીને અમદાવાદને યુનેસ્કો દ્વારા દેશનું સર્વપ્રથમ વર્લ્ડ હે‌રીટેજ સિટી જાહેર કરાયું છે…

2 hours ago

તમામ પાપમાંથી મુક્તિ આપનારી પરિવર્તિની એકાદશી

એકાદશીનાં વ્રતમાં ઉપવાસ કરવો જરૂરી છે. બને ત્યાં સુધી ઉપવાસમાં ફકત ફળાહાર કરવો જોઈએ. જુદી જુદી ફરાળી વાનગીઓ બનાવીને આહારમાં…

2 hours ago