બ્રિટનના વિજ્ઞાનીઓએ પહેલી વાર લેબોરેટરીમાં સ્ત્રીબીજ ઉગાડ્યાં

સ્કોટલેન્ડની એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધકોએ પહેલી વાર લેબોરેટરીમાં માનવ એગ્સ એટલે કે સ્ત્રીબીજ ઉગાડવામાં સફળતા મેળવી છે.

નિષ્ણાતોનું માનવું છે કે આ નવા સંશોધનથી માત્ર એગ્સ કેવી રીતે પેદા થાય છે એ સમજવામાં તો મદદ થશે જ, પરંતુ સાથે સ્ત્રીઓમાં જ્યારે નાની ઉંમરે ફર્ટિલિટીની સમસ્યા પેદા થાય ત્યારે ફર્ટિલિટીને જાળવી રાખવાની સારવાર શોધવામાં પણ દિશા મળશે.

જે સ્ત્રીઓને કોઈ પણ કારણસર કીમોથેરાપી કે રેડિયોથેરાપી જેવી સારવાર લેવાની હોય છે તેઓ પોતાની ફર્ટિલિટી ‌િપ્રઝર્વ કરી શકે એવી સંભાવના પણ આ શોધથી વધે છે.

You might also like