પ્રસિદ્ધ વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગનું 76 વર્ષની વયે નિધન

 

 

This slideshow requires JavaScript.

મહાન ભૌતિક વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગનું 76 વર્ષની વયે નિધન થયું છે. હૉકિંગના પરિવારે બુધવારે એક નિવેદન દ્વારા તેમના નિધનની પુષ્ટી કરી છે. સ્ટીફન હૉકિંગનું નિધન લંડનના કેમ્બ્રિજમાં તેમના નિવાસ સ્થાન પર થયું. હૉકિંગના બાળકોમાં લૂસી, રોબર્ટ અને ટિમે પોતાના નિવેદનમાં કહ્યું, અમારા પિતાના નિધન પર ઘણું દુઃખ થયું છે.

સ્ટીફન હૉકિંગે બ્લેક હોલ અને બિગ બેંગના સિદ્ધાંતને સમજાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આફ્યું છે. તેમની પાસે 12 માનદ ડિગ્રી છે. હૉકિંગના કાર્યને જોતાં અમેરિકાનું સૌથી ઉચ્ચ નાગરિક સન્માનથી નવાજમાં આવ્યા છે. બ્રહ્માંડના રહસ્યો પર તેમનું પુસ્તક ‘અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઇમ’ ઘણી ચર્ચીત થઇ હતી.

પોતાની સફળતા અંગે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક હૉકિંગ જણાવ્યું હતું કે તેમની બિમારીએ તેમને મહાન વૈજ્ઞાનિક બનાવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. તેમની આ બિમારી પહેલા તેઓ પોતાના ભણવામાં ખાસ ધ્યાન આપતા નહી, પરંતુ બીમારી દરમિયાન તેમને લાગ્યું કે તેઓ લાંબા સમય સુધી જીવિત રહી નહી શકે તો તેમણે પોતાનું બધુ ધ્યાન રિસર્ચ પર લગાવી દીધું. હૉકિન્સે બ્લેક હોલ્સ પર રિસર્ચ કર્યું છે.

You might also like