OMG! પિઝા પર ટોપિંગ ઘટાડવા બ્રિટન સરકારે કર્યો આદેશ જારી…

લંડન: બ્રિટન સરકારે મેદસ્વિતાની સમસ્યાને ઘટાડવા માટે પિઝાની સાઇઝ ઘટાડવાની યોજના બનાવી છે. બ્રિટનમાં લગભગ ૨૪ હજાર બાળકો ભયંકર મેદસ્વિતાનો શિકાર છે. એક મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે પિઝામાં કેલરી ઘટાડવા માટે ટોપિંગ (ચીઝ, કોર્ન, વેજિટેબલ) ઘટાડવું પડશે. લોકોના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે કે પિઝામાં ૯૨૮ કેલરીથી વધુ ન હોય.

ડ્રાફ્ટ પ્રપોઝલ દ્વારા ધ ટેલિગ્રાફે જણાવ્યું કે જાણીતી રેસ્ટોરાંઓમાં તેની ફૂડ આઇટમની કેલરીમાં કાપ મૂકવાની અપીલ કરાઇ છે. એવું કહેવાયું છે કે હવે બજારને જ લોકોની મેદસ્વિતા કાબૂ કરવા ધ્યાન રાખવું પડશે.

સરકારે ડ્રાફ્ટમાં કહ્યું કે સેવરી પાઇ (ફાસ્ટ ફૂડમાં ઉપયોગમાં લેવાતું એક ક્રીમ)માં ૬૯૫ કેલરીથી વધુ ન હોવી જોઇએ. સેન્ડવિચ અને પેક્ડ ફૂડ માટે સરકારે કેલરી નક્કી કરી છે. પબ્લિક હેલ્થ બ્રિટને જણાવ્યું કે દેશને મેદસ્વિતામાંથી છુટકારો અપાવવા માટે ઠોસ પગલાં ભરવાં પડશે. બાળકોમાં મેદસ્વિતાની સમસ્યા વધી છે. વીતેલાં ૧૦ વર્ષમાં ત્રીજા ભાગનાં બાળકો મોટાપાનો શિકાર બન્યાં છે.

રિપોર્ટ મુજબ પ્રાઇમરી સ્કૂલ છોડ્યા બાદ પાંચમાંથી એક બાળક મેદસ્વિતાનો શિકાર હોવાનું ધ્યાનમાં આવ્યું છે. બ્રિટનમાં લગભગ ૨૪ હજાર બાળકો ભયંકર મેદસ્વિતાથી પીડાય છે. પિઝામાં માત્ર મીટ અને ચીઝ ઘટાડવાની નહીં, પરંતુ તેનો આકાર પણ નાનો કરવાની સૂચના અપાઇ છે. લોકો પણ ઇચ્છે છે કે તેમાં ફૂડની માત્રા ભલે ઓછી હોય, પરંતુ સ્વાસ્થ્યવર્ધક હોય.

સરકારનો હેતુ રોજના ખોરાકમાં ૨૦ ટકા સુધીની કેલરી ઘટાડવાનો છે. સાથે-સાથે ૨૦૩૦ સુધી બાળકોમાં મેદસ્વિતાનો દર ઘટે તે પણ છે, જોકે પબ્લિક હેલ્થ બ્રિટનના પ્રમુખ અને આહાર નિષ્ણાત એલિસન કેડસ્ટોન કહે છે કે મેનુમાં હેલ્ધી ફૂડ રાખવાથી દેશને તેની આદત નહીં પડે. લોકોએ ખુદ કેલરી ઘટાડવા અંગે વિચારવું પડશે.

You might also like