Categories: Gujarat

Breif News: બસ…એક CLICK માં વાંચો શહેરના ક્રાઇમ ન્યૂઝ

હાઈવે પરના માર્ગ અકસ્માતમાં ત્રણ યુવાનોનાં કમકમાટીભર્યા મોત
અમદાવાદ: ડેડિયાપાડા અને ખેડબ્રહ્મા નજીક બનેલા વાહન અકસ્માતના બે બનાવમાં ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે. ડેડિયાપાડા રોડ પર ઘાટોલી ગામના સર્કલ પાસેથી પુરઝડપે પસાર થઈ રહેલા કન્ટેનરે બાઈકને અડફેટે લેતાં બાઈક પર જઈ રહેલા ચંદુભાઈ રામસિંહ વસાવા અને સુનીલકુમાર વસાવા નામના બંને યુવાનોના ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયા હતા.

અા ઉપરાંત ખેડબ્રહ્મા રોડ પર હરણાવ નદીના પુલ નજીક એક હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી, જેમાં કોઈ અજાણ્યા વાહનચાલકે રોડ પરથી પસાર થઈ રહેલા અમદાવાદની એક કંપનીના બે કારીગરોને અડફેટે લેતાં સુનીલ નામના એક યુવાનનું માથાના ભાગે ઈજા થવાની ઘટનાસ્થળે જ મોત થયું હતું. અા યુવાન અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળે છે. પોલીસે અા અંગે ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

સસ્તું સોનું ખરીદવાની લાલચ અાપી ગઠિયાઓ રૂ. ૪ લાખ પડાવી ફરાર
અમદાવાદ: સસ્તું સોનું ખરીદવાની લાલચ અાપી એક ગઠિયાઓ એક યુવાન પાસેથી રૂ. ૪ લાખ પડાવી લઈ ફરાર થઈ જતાં અા અંગે નરોડા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અા અંગેની વિગત એવી છે કે સાબરમતી વિસ્તારમાં ધર્મનગરચોક પાસે અાવેલ ધન્યવાદ એપાર્ટમેન્ટમાં રહેતા રાજેન્દ્રભાઈ રામચન્દ્રભાઈ વૈષ્ણવ સાંજના સુમારે નરોડા વિસ્તારમાં નાના ચિલોડા ખાતે ઉમિયા ભોજનાલયની બાજુમાં ઊભા હતા ત્યારે એક અજાણી સ્ત્રી સાથે બે ગઠિયાઓ તેમને મળ્યા હતા અને વાતચીતનો દોર લંબાવી વિશ્વાસમાં લઈ રાજેન્દ્રભાઈને સસ્તું સોનું ખરીદી અાપવાની લાલચ અાપી હતી અને ખોટી પીળી ધાતુનાં ઘરેણાં બતાવી રાજેન્દ્રભાઈ પાસેથી રૂ. ચાર લાખની રકમ મેળવી હતી, પરંતુ અા ગઠિયાઓએ સોનું ન અાપતાં રાજેન્દ્રભાઈને પોતે છેતરાયાનો અહેસાસ થતાં તેમને અા અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અાધેડે ગાંધી બ્રિજ ઉપરથી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
અમદાવાદ: શાહપુર વિસ્તારમાં રહેતા એક અાધેડે નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવી નાખતાં પોલીસે અા અંગે અાપઘાતનો ગુનો દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે.

અા અંગેની વિગત એવી છે કે શાહપુર વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ અાવેલ કાઝી મિયાંની ચાલીમાં રહેતા ૫૬ વર્ષની વયના અાભાભાઈ પ્રતાપજી પરાડિયા નામના અાધેડે બપોરના સુમારે ગાંધીબ્રિજ પરથી સાબરમતી નદીમાં ઝંપલાવી અાપઘાત કર્યો હતો. બનાવની જાણ થતાં પોલીસે ફાયરબ્રિગેડની મદદથી લાશને બહાર કઢાવી પીએમ માટે વીએસ હોસ્પિટલ ખાતે મોકલી અાપી હતી. પોલીસે અાત્મહત્યા કરનાર અાધેડના ઘરના સભ્યો તેમજ અાજુબાજુના રહીશોની પુછપરછ કરી નિવેદનો લીધા છે, પરંતુ અાપઘાત કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ છેલ્લા કેટલાક વખતથી અા અાધેડ ડિપ્રેશનમાં હોવાનું જાણવા મળે છે.

ઈન્કમટેક્સ ઓફિસરની પત્નીએ ગળાફાંસો ખાઈ અાપઘાત કર્યો
અમદાવાદ: મહેસાણાના તાવડિયા રોડ પરના બંગલામાં રહેતા અને પાટણ ખાતે ફરજ બજાવતા ઈન્કમટેક્સ ઓફિસરનાં પત્નીએ ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરતાં અા ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.

અા અંગેની વિગત એવી છે કે પાટણ ખાતે ફરજ બજાવતા ઈન્કમટેક્સ ઓફિસર મુરલી મોહન નાયર બે મહિના અગાઉ જ મહેસાણાના તાવડિયા રોડ પર અાવેલ રુદ્ર બંગલોઝમાં પરિવાર સાથે સ્થાયી થયા હતા. ગઈ કાલે તેઓ ફરજ પર ગયા ત્યારબાદ તેમનાં પત્ની ઉષાબહેનને રહસ્યમય સંજોગોમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી હતી.
પ્રાથમિક તપાસમાં ઉષાબહેન છેલ્લાં દસ વર્ષથી માનસિક બીમારીના કારણે પીડાતાં હોવાનું જાણવા મળ્યું છે. અા અંગે પોલીસે ગુનો દાખલ કરી ઈન્કમટેક્સ ઓફિસર તેમજ તેના પુત્ર મુકુંદનની સઘન પૂછપરછ શરૂ કરી હતી.

વાડજની સગીરાનું અપહરણ
અમદાવાદઃ વાડજમાં રહેતી એક સગીરાનું અપહરણ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. વાડજમાં રામાપીરના ટેકરા નજીક ભાણજીભાઇના પીઠા પાછળ રહેતી એક સગીરાને કોઇ અજાણ્યો શખ્સ લલચાવી-ફોસલાવી લઇ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

બે બાઈક અને રિક્ષાની ઉઠાંતરી
અમદાવાદઃ શહેરના નરોડા અને ઓઢવ વિસ્તારમાંથી બે બાઇક અને રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. નરોડામાં મહાજનીયા વાસ નજીકથી એક બાઇકની, નરોડા પાટીયા પાસેથી એક બાઇકની અને ઓઢવ આદીનાથનગર બસસ્ટેન્ડ પાસેથી એક રિક્ષાની ઉઠાંતરી થઈ હતી.

દારૂ-જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૧૦૬ લિટર દેશી દારૂ, ર૪ બોટલ વિદેશી દારૂ, ૧ર બિયરનાં ટીન, એક રિક્ષા, એક બાઇક, રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ર૯ શખ્સની ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસે તકેદારીના પગલાંરૂપે ૧પપ શખ્સની અટકાયત કરી છે.

છ યુવાનો રહસ્યમય સંજોગોમાં ગુમ
અમદાવાદઃ વટવામાંથી ગોપાલ વીરબહાદુર થાપા, ભુવનકુમાર ભગવતીપ્રસાદ શર્મા, નારણપુરામાંથી નીલમભાઇ મહેશભાઇ શાહ, ખાડિયામાંથી કેશવ મનોજભાઇ પટેલ, ગોતામાંથી વિજય વિઠ્ઠલભાઇ પરમાર અને નિકોલમાંથી રાકેશ મનસુખભાઇ ચુનારા રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયા હતા.

વૃદ્ધની લાશ મળી આવી
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલ નજીકથી એક વૃદ્ધની લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. સિવિલ હોસ્પિટલ નજીકની ફૂટપાથ પર એક વૃદ્ધની લાશ પડી હોવાની જાણ થતાં પોલીસે તાત્કાલિક પહોંચી જઇ જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી.

Krupa

Recent Posts

RBI લિક્વિડિટી વધારવા ફાળવશે રૂ.૧૫ હજાર કરોડ

મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશની ઇકોનોમીમાં લિક્વિડિટી વધારવાની સરકારની માગણી સ્વીકારી લીધી છે. આરબીઆઇએ સરકારી સિક્યોરિટીઝની ખરીદી દ્વારા ઇકોનોમિક…

28 mins ago

કેન્દ્ર સરકાર ૧૪ મેગા નેશનલ એમ્પ્લોઈમેન્ટ ઝોનની કરશે રચના

નવી દિલ્હીઃ રોજગાર મોરચે સતત ચોમેરથી ટીકાનો સામનો કરી રહેલ કેન્દ્રની મોદી સરકાર આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે એક મોટી યોજના…

40 mins ago

ભરેલાં ટામેટાં બનાવો આ રીતે ઘરે, ખાશો તો આંગળા ચાટતા રહી જશો

બનાવવા માટેની સામગ્રી: લાલ કડક ટામેટાં: ૧૦ જેટલાં નાના ઝીણું ખમણેલું લીલું કોપરું: ૪ ચમચાં આખા ધાણાં: ૪ ચમચા મરીઃ…

50 mins ago

નહેરુનાં કારણે આજે એક ચા વાળો બન્યો દેશનો વડા પ્રધાનઃ શશી થરુર

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં નેતા શશી થરુરે વધુ એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે નિશાન સાધ્યું છે. શશી થરુરે એક…

2 hours ago

ફિટનેસ અંગે પરિણીતિએ કહ્યું,”ખાણી-પીણીમાં રાખવું પડે છે ખૂબ ધ્યાન”

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ છ વર્ષની કારકિર્દીમાં જે ફિલ્મો કરી તેમાંથી કેટલીક હિટ રહી તો કેટલીક ફ્લોપ. તાજેતરમાં તેની 'નમસ્તે…

2 hours ago

જલારામ જયંતીઃ ‘જય જલિયાણ’નાં જયઘોષ સાથે વીરપુરમાં ઉમટ્યાં હજારો શ્રદ્ધાળુઓ

પૃથ્વી ઉપર કેટલાંક દિવ્ય આત્મા જ્યારે જન્મ લે છે ત્યારે તેમના અપાર પુણ્યનાં કારણે તથા તેમનાં દિવ્યાત્માનાં કારણે આજુબાજુનું તમામ…

2 hours ago