બ્રેડ ની રસમલાઇ

સામગ્રી :

4 સ્લાઇસ બ્રેડ

2 કપ  સ્કીમ્ડ મિલ્ક

1 ચમચો  કોર્નફલોર

1 મોટી ચમચી  બદામ નો ભૂકો

1 મોટી ચમચી પીસ્તા નો ભૂકો

પા ચમચી  એલચી પાવડર

કેસર થોડા તાંતણા

11/2 ચમચો ખાંડ

સુકો મેવો સજાવટ માટે

 

રીત :બ્રેડ ની સ્લાઈસ ને કટર થી ગોળ કાપી એક તરફ રેહવા દો  એક નોન સ્ટીક પેન માં દૂધ માં ખાંડ નાખી તે ઓગળે ત્યાં સુધી ઉકાળો. પછી ઠંડા દૂધ માં કોર્નફલોર ઘોળી તેમાં નાખી ઘટ્ટ થવા દો.  હવે કેસર નાખી તે ઓગળે એટલે આંચ પરથી ઉતારી ઠંડુ થવા દો. હવે એક બાઉલ માં થોડું દૂધ રેડી તેમાં બ્રેડ  ની ગોળ સ્લાઈસ મુકો , તેના પર બાદમ-પીસ્તા અને એલચી નો પાવડર ભભરાવો , તેના પર બ્રેડ ની બીજી સ્લાઈસ મૂકી ઉપર દૂધ નું મિશ્રણ રેડો. જો મિશ્રણ શોષાઈ જાય તો થોડું વધારે રેડો  હવે આ રસ મલાઈ ને ફ્રીજ માં ઠંડી કરી સુકા મેવા થી સજાવટ કરીને સર્વ કરો.

You might also like